• બુધવાર, 13 નવેમ્બર, 2024

હિન્દુઓ પર અત્યાચાર : બાંગ્લાદેશને ભારતની ચેતવણી

યુનૂસ સરકાર કટ્ટરવાદીઓ પર કાર્યવાહી કરી, હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે : વિદેશ મંત્રાલય

ઢાંકા, તા.8 : બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના રાજમાં હિન્દુઓ પર અત્યાચાર યથાવત છે. યુનૂસ સરકાર મૂક બની બેઠી હોવાથી નારાજ ભારત સરકારે સખત શબ્દોમાં ચેતવણી આપી છે.

સોશ્યલ મીડિયામાં કેટલાક વીડિયો વાયરલ થયા છે જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા જોવા મળતાં ભારત સરકાર ચિંતિત છે. આવા બનાવો પર આકરી પ્રતિક્રિયા આપતાં બાંગ્લાદેશ સરકારને હિન્દુઓની રક્ષા માટે પગલાં લેવા તાકીદ કરી છે. બાંગ્લાદેશના ચટગાંવમાં હિન્દુઓ પર સંગઠિત હુમલા કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશની પોલીસ અને સૈન્યની તેમાં મૂક સંમતિ હોય તેવા આરોપ લાગ્યા છે.

હિન્દુઓ પર અત્યાચારના વીડિયો સામે આવ્યા બાદ ગુરુવારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે હિન્દુઓ વિરુદ્ધ હિંસાની આકરા શબ્દોમાં નિંદા કરતાં કહ્યું કે સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટને કારણે આ હિંસા થઈ છે. તેમણે બાંગ્લાદેશી કટ્ટરવાદીઓ પર સખત પગલાં લેવાની માગ કરતાં કહ્યંy કે હિન્દુ સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. ભારતમાં આશ્રય મેળવનાર બાંગ્લાદેશના ચર્ચિત લેખિતા તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં પોલીસ અને સુરક્ષા દળ પ્રદર્શનકારીઓ પર લાઠીઓ વિંઝતા અને ગોળીબાર કરતાં જોવા મળે છે. વિસ્તારમાં લાગેલા સીસીટીવી પણ તોડી નાખવામાં આવ્યા હતા. સ્થાનિક હિન્દુ નેતાઓએ પણ હિન્દુઓને ભેદભાવ સાથે ઈરાદાપુર્વક નિશાન બનાવાઈ રહયાનો આરોપ લગાવ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

રોહિત અને વિરાટમાં હજુ પણ રનની ભૂખ : ગંભીર November 12, Tue, 2024