• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

લેબેનોનમાં સંસદ, દૂતાવાસો પાસે ઈઝરાયલનો હુમલો એક માસનાં વિરામ બાદ સતત બીજા દિવસે બૈરૂતને ધણધણાવ્યું

નવી દિલ્હી, તા.9: દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલે હવે સેન્ટ્રલ બૈરૂતને પણ નિશાન બનાવવા માંડયું છે. સોમવારની રાતે લેબેનોનની રાજધાનીમાં ગાઢ વસ્તીવાળા રહેણાક વિસ્તારોને નિશાન બનાવતા હુમલા ઈઝરાયલે બોલાવ્યા હતાં. બૈરૂતનાં જે વિસ્તારોમાં આ હુમલા કરવામાં આવ્યા તેની નજીકમાં જ સંયુક્ત રાષ્ટ્રીય કાર્યાલય, સંસદ ભવન, પ્રધાનમંત્રી કાર્યાલય અને અનેક દૂતાવાસ પણ છે. લેબેનોનની સરકારી સમાચાર એજન્સીનાં કહેવા અનુસાર બૈરૂતનાં જોક અલ-બ્લાટા વિસ્તારમાં પણ બે ઈઝરાયલી મિસાઈલો ત્રાટકી હતી.

આ હુમલો એવા ટાણે કરવામાં આવ્યો છે જ્યારે અમેરિકી દૂતે યુદ્ધવિરામની વાટાઘાટ માટે પોતાની યાત્રા સ્થગિત કરી દીધી છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં એમ્બ્યુલન્સનાં સાયરન ગુંજી ઉઠયા હતાં. જો કે આ હુમલામાં હતાહતની કોઈ સત્તાવાર જાણકારી હજી સુધી જારી કરવામાં નથી આવી.

એક માસથી વધુ સમય સુધી વિરામ બાદ મધ્ય બૈરૂતમાં સતત બીજા દિવસે ઈઝરાયલે આ હુમલો કર્યો છે. રવિવારે રાસ અલ-નબાનાં વિસ્તારોમાં થયેલા હુમલામાં હિઝબુલ્લાહનો પ્રવક્તા મોહમ્મદ અફીફ સહિત છ લોકો મરાયા હતાં.

 

ઇ-પેપરના નવા શુલ્ક