• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

40નું લસણ 400માં વેચાઈ રહ્યું છે : રાહુલ

દિલ્હી શાકમાર્કેટમાં પહોંચ્યા કોંગ્રેસના નેતા, ગૃહિણીઓ સાથે વાતચીત, કેન્દ્ર પર પ્રહાર

નવી દિલ્હી, તા.ર4 : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અચાનક દિલ્હીની શાકમાર્કેટમાં પહોંચી ગયા હતા અને શાકભાજીના ભાવ અંગે મહિલાઓ, વેપારીઓ સાથે વાતચીત કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે સવારે 6 મિનિટ અને 3 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં શાકમાર્કેટમાં તેઓ મહિલાઓ સાથે વાતચીત કરતાં જોવા મળે છે. રાહુલે કહ્યું કે લસણનો ભાવ રૂ.40માંથી 400એ પહોંચી ગયો છે. જનતા મોંઘવારીથી પરેશાન છે અને સરકાર કુંભકર્ણ નિદ્રામાં સૂતી છે. સામાન્ય લોકોએ પોતાની રોજબરોજની જરૂરિયાતો પૂરી કરવા ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે. લોકો માટે બચત કરવી મુશ્કેલ બન્યું છે. શાક માર્કેટમાં રાહુલ ગાંધી સાથે રહેલા એક મહિલા કહે છે કે સોનું સસ્તું થઈ ગયું પરંતુ લસણ મોંઘુ છે. એક વેપારી કહે છે કે, આ વખતે શાકભાજી ખૂબ મોંઘાં છે. અગાઉ ક્યારેય આટલા ઉંચા ભાવ ન હતા. અન્ય મહિલા કહે છે કે બટેટા અને ડુંગળી મુખ્ય જરૂરિયાત છે. આખું વર્ષ એક પણ શાક સસ્તું થયું નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક