• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

યમનમાં ભારતીય નર્સની ફાંસીને રાષ્ટ્રપતિની મંજૂરી

નિમિષા પ્રિયા પર સહયોગની હત્યાનો આરોપ: ભારતનું મદદ આપવાનું આશ્વાસન

નવી દિલ્હી, તા.31 : યમનના રાષ્ટ્રપતિએ યમનની જેલમાં બંધ ભારતીય નર્સ નિમિષા પ્રિયાને આપવામાં આવેલી ફાંસીની સજાને મંજૂરી આપી દીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયે આશ્વાસન આપ્યું છે કે સરકાર આ મામલે તમામ સંભવ મદદ કરી રહી છે.

કેરળની રહેવાસી નિમિષા પર યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાનો આરોપ છે. નિમિષાએ 2017માં મહદીને દવાનો ઓવરડોઝ આપીને તેને મારી નાખ્યો હતો.

નિમિષા અને મહદી યમનમાં એક ખાનગી હોસ્પિટલમાં ભાગીદાર હતા. આરોપ છે કે મહદીએ નિમિષાનો પાસપોર્ટ કબજે કરી લીધો હતો અને તેને યાતના આપતો હતો. નિમિષાને એક મહિનામાં સજા થશે.

નિમિષાએ 2008માં નર્સિંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ કેરળમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 2011માં, તેણે કેરળના ટોમી થોમસ સાથે લગ્ન કર્યા. આ પછી બંને 2012માં યમન ગયા હતા. સના અહીં નર્સિંગનું કામ કરતી હતી. 2014માં, આર્થિક તંગીના કારણે, નિમિષાના પતિ અને તેની એક પુત્રી ભારત પરત ફર્યા. જોકે, નિમિષાએ યમનમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક