• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

સંભલ મસ્જિદ વિવાદમાં નીચલી અદાલતમાં સુનાવણી ઉપર રોક

હાઇ કોર્ટનો આદેશ : 25 ફેબ્રુઆરીના રોજ થશે વધુ સુનાવણી

નવી દિલ્હી, તા. 8 : ઉત્તર પ્રદેશ સ્થિત સંભલનાં મંદિર મસ્જિદ વિવાદમાં અલ્હાબાદ હાઇ કોર્ટે સુનાવણી ઉપર રોક મૂકી દીધી છે. હાઇ કોર્ટે નીચલી અદાલતમાં સુનાવણી ઉપર રોક લાદી છે. હવે આ મામલે વધુ સુનાવણી આગામી 25 ફેબ્રુઆરીના રોજ હાઇ કોર્ટ કરશે. સંભલની શાહી જામા મસ્જિદની ઇન્તજામિયાં કમિટી તરફથી દાખલ અરજી ઉપર સુનાવણી કરતા અલ્હાબાદ હાઇ કોર્ટે સ્ટે મૂક્યો હતો. બુધવારે આ મામલામાં સુનાવણી હાઇ કોર્ટમાં જસ્ટિસ રોહિત રંજ અગ્રવાલની સિંગલ બેન્ચે કરી હતી.

સંભલની જામા મસ્જિદને લઈને ઈન્તજામિયાં કમિટી તરફથી અરજી થઈ હતી. જેમાં નીચલી અદાલતમાં સુનાવણી ઉપર રોક મૂકવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક