• શનિવાર, 12 જુલાઈ, 2025

વેન્સ તાજમહેલ જોઈ અભિભૂત

ચાર દિવસની ભારત યાત્રાએ સહપરિવાર આવેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ત્રીજા દિવસે આગરા ખાતે તાજમહેલ જોવા આવ્યા હતા અને દુનિયાની આ અજાયબી નિહાળી અભિભૂત થયા હતા.

તાજમહેલના પરિસરમાં આશરે એક કલાક વિતાવ્યા બાદ વેન્સ, પત્ની અને બાળકો સાથે જયપુર ગયા હતા. બુધવારે સવારે 9 વાગ્યા આસપાસ વેન્સનું વિમાન આગરા એરપોર્ટે લેન્ડ થયું હતું જયાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યુ હતું. અમેરિકી ઉપરાષ્ટ્રપતિની ખાતિરદારીમાં એરપોર્ટ ખાતે સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરાઈ હતી. વેન્સ પરિવાર સાથે રહેલા ગાઈડે જણાવ્યું કે તેઓ તાજમહેલને જોતા જ રહી ગયા હતા. અહીંના માર્બલ વિશે તેમણે પૂછયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025