ભારતીય વેપારી મહાસંઘ (કેઇટ)ના આંકડા મુજબ
આ વખતે
પ્રકાશપર્વે ભારતીયો 4.75 લાખ કરોડની ખરીદી કરશે : નેપાળના જીડીપી કરતાં 1.19 લાખ કરોડ
વધુ
નવી
દિલ્હી, તા. 18 : ભારત ‘ડેડ ઇકોનોમી’ એટલે કે, મૃત અર્થવ્યવસ્થા છે, તેવું કહેનાર અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોઢું બધ કરી દે તેવા આંકડા તહેવારી દિવસોમાં સામે આવ્યા
છે. બીજું બધું છોડો, માત્ર દિવાળી પર ભારતના
નાગરિકો દ્વારા કરાતો ખર્ચ આખા નેપાળના જીડીપી તેમજ પાકિસ્તાનના સંરક્ષણ બજેટ કરતાં
વધારે છે.
આ આંકડા
કોઇ કપોળકલ્પિત નથી, પરંતુ અખિલ ભારત વેપારી મહાસંઘ (કેઇટ) દ્વારા જારી કરાયા છે.
2021માં દિવાળી પર ભારતમાં સવા લાખ કરોડથી વધુનો કારોબાર થયો હતો. આ વખતે 2025માં પ્રકાશપર્વની
ઉજવણી પાછળ ભારતનો હિન્દુ સમુદાય 4.75 લાખ કરોડ રૂપિયાની જંગી ખરીદીઓ કરશે, તેવું અનુમાન
કેઇટ દ્વારા અપાયું હતું.
છેલ્લાં
ચાર વર્ષથી સતત દિવાળી નિમિત્તે વેચાણમાં વધારો થતો રહ્યો છે. આમ ભારતીય બજારના વેપારીઓ
તેમજ ખરીદી કરવા આવતા ગ્રાહકોમાં ભારોભાર ઉત્સાહની પ્રતીતિ આંકડા કરાવે છે.
ખાસ
જાણવા જેવી હકીકત તો એ જાણવા મળી છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં જેટલું પાકિસ્તાનનું
કુલ સંરક્ષણ બજેટ રહ્યું છે, તેના કરતાં વધારે ખર્ચ તો ભારત માત્ર આ વખતે એક દિવાળીમાં
જ કરી નાખશે. પાકિસ્તાનનાં છેલ્લાં પાંચ વર્ષના કુલ સંરક્ષણ બજેટનો આંકડો 2.90 લાખ
કરોડ રૂપિયા થાય છે, જ્યારે ભારત આ વખતે માત્ર દિવાળીની ઉજવણીમાં જ 4.75 લાખ કરોડ ખર્ચી નાખશે. ભારતીય વેપારી મહાસંઘ (કેઇટ) તરફથી
જારી કરાયેલા આ આંકડાને નજર સામે રાખતાં ભારતીયો દ્વારા દિવાળી ઊજવવા પાછળ થતો ખર્ચ
પાડોશી નેપાળના કુલ સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી) કરતાં પણ વધારે થાય છે.
વિશ્વ
બેન્કના અહેવાલ અનુસાર 2024માં નેપાળનો જીડીપી 42.91 અબજ ડોલર હતો, જે ભારતીય ચલણ મુજબ
3.56 લાખ કરોડ રૂપિયા
થાય
છે.
મતલબ
સીધો થયો કે, આજની તારીખે નેપાળનો જેટલો જીડીપી છે તેના કરતાં વધારે ભારત માત્ર દિવાળીની
ઉજવણીમાં ખર્ચી નાખે છે.
નેપાળના
જીડીપી કરતાં ભારતમાં દિવાળીના તહેવારની ઉજવણી પાછળ 1.19 લાખ કરોડ રૂપિયા વધુ ખર્ચાય
છે, તેવું કેઇટ તરફથી અપાયેલા આંકડા બતાવી આપે છે.