• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાને ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર’ તરીકે વિકસાવાશે

809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર માટે 5576 કરોડ રૂપિયા મંજૂર

મુખ્યમંત્રીએ માર્ગ-મકાન વિભાગને વિવિધ યોજના અંતર્ગત 124 કામ માટે રૂ.7737 કરોડ ફાળવ્યા

અમદાવાદ, તા.18 : રાજ્ય સરકારે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દૃઢ નિર્ધાર કર્યો છે ત્યારે મુખ્યમંત્રીએ આ હેતુસર માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના અંતર્ગત કુલ 124 કામો માટે રૂ.7737 કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવીને વધુ સરળ, સલામત અને ઝડપી  વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર માટે 5576 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે રૂ.1147 કરોડ મંજૂર કર્યા છે તેમાથી271 કિ.મી. લંબાઈમાં 20 કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત તેમણે રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણાના 79 કામો 803 કિ.મી.માં હાથ ધરવા માટે 986 રૂપિયાની મંજૂરી આપી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક