અજિંક્ય રહાણેનો રેકોર્ડ તોડવા શુભમન ગિલ તૈયાર
નવી
દિલ્હી, તા. 18 : શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામે પહેલા વનડેમાં કેપ્ટન તરીકે ડેબ્યુ કરવાનો
છે. આ સાથે જ શુભમન ગિલ પણ ઈતિહાસ રચશે, કારણ કે સૌથી ઓછા મેચ રમીને તમામ ફોર્મેટમાં
કેપ્ટનશીપ કરનારો પહેલો ભારતીય કેપ્ટન બનશે. આ યાદીમાં શુભમન ગિલે એમએસ ધોની, વિરાટ
કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોને પછાડયા છે.
શુભમન
ગિલને ટેસ્ટ અને વનડેનો નિયમિત કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટી20 વિશ્વકપમાં પણ તે ભારતીય
ટીમની આગેવાની કરી ચૂક્યો છે. ગિલ માત્ર 122 મેચ રમીને ભારત માટે તમામ ફોર્મેટમાં કેપ્ટનશીપ
કરનારો ખેલાડી બનશે. ગિલ સૌથી ઓછા મેચ રમીને તમામ ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવાના મામલામાં
અજિંક્ય રહાણેનો રેકોર્ડ તોડશે. રહાણેએ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ કરી છે. તેણે માત્ર
129 મેચ રમ્યા હતા.
ધોનીએ
ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતા પહેલા 141 મેચ
રમ્યા હતા. તે ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. કેએલ રાહુલ 148 મેચ રમીને તમામ ફોર્મેટમા
કેપ્ટનશીપ કરી ચુક્યો છે. વીરેન્દ્ર સહેવાગ પણ વનડે, ટી20 અને ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી
ચુક્યો છે. કેપ્ટનશીપ પહેલા તેણે 203 મેચ રમ્યા હતા.