• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

રણજીમાં સાત વિકેટ લઈ શમીએ અગરકરને આપ્યો જવાબ

ઉત્તરાખંડ સામેના મેચમાં કર્યું નોંધપાત્ર પ્રદર્શન : ફિટનેસ સંબંધિત અટકળો ઉપર વિરામ

નવી દિલ્હી, તા. 18 : રણજી ટ્રોફી 2025-26મા બંગાળની ટીમે પહેલો મુકાબલો ઉત્તરાખંડ સામે રમ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં આયોજીત એલીટ ગ્રુપ-સીના મુકાબલામાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સારું પ્રદર્શન કર્યું છે. શમીએ બંગાળ માટે બન્ને ઈનિંગમાં શાનદાર બોલિંગ કરી છે. શમીએ પહેલી ઈનિંગમાં 37 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં 38 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આમ મેચમાં કુલ સાત વિકેટ પોતાના નામે કરી હતી.

શમીએ શાનદાર પ્રદર્શન કરીને ચીફ સિલેક્ટર અજીત અગરકરને જવાબ આપ્યો છે. અગરકરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શમી ફિટ નહોતો, બાકી ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોત. શમી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025મા અંતિમ વખત રમ્યો હતો. હવે શમી ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પણ સામેલ નથી. શમીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી બહાર રહેવા ઉપર નિરાશા વ્યક્ત કરી હતી. શમીએ એક રીતે અજીત અગરકર ઉપર નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે સિલેક્શન તેના હાથમાં નથી. જો ફીટનેસનો મુદ્દો હોય તો બંગળા માટે પણ રમવું જોઈએ નહીં. જો ચાર દિવસની રમત રમી શકાય તો વનડે પણ રમી શકે તેમ છે. જો કે આ મામલે વધુ બોલશે તો વિવાદ થઈ શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક