કતારગામના પિતા-પુત્રએ હીરાની ખરીદી કર્યા બાદ હાથ ખંખેર્યા : બન્નેની ધરપકડ
સુરત,
તા. 4: સુરતમાં વરાછાના હીરાબજારમાં હીરાનો વેપાર કરતા વેપારી પાસેથી મહી ધરપુરાનાં
લાખાણી પિતા પુત્ર સહિત ત્રણ શખસે 36 દિવસમાં નેચરલ પોલીશ્ડ હીરાનું પેમેન્ટ ચુકવી
દેવાનું જણાવી રૂ.37.80 લાખના હીરા લઇ જઇ છેતરાપિંડી કરતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો
હતો. પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ પિતા પુત્રને ઝડપી પાડવામાં આવ્યા હતા.
મળતી
માહિતી મુજબ વેડરોડ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા પંકજ કાનજીભાઈ ગોળકિયા
(ઉં.46) વરાછા હીરા બજારમાં વર્ષોથી હીરાનો વેપાર કરે છે. દરમિયાન પંકજભાઈ સિંગણપોર
હરીદર્શનના ખાડા પાસે કર્ણાવતી સોસાયટીમાં રહેતા મહેશ ધનજીભાઈ લાખાણી, જૈમીન મહેશ ભાઈ
લાખાણી અને તરૂણ તળશીભાઇ જાસોલિયા (રહે.અક્ષરધામ સોસાયટી, કતાર ગામ)ના સંપર્કમાં આવ્યા
બાદ ફરિયાદીએ તેમને જૈમીન અને તરૂણએ મહીધર પુરા જદાખાડીમાં ભાગીદારીમાં હીરાનો ધંધો
શરૂ કર્યો હોવાથી હીરા આપવાનુ અને પેમેન્ટ ચુકવી દેશે તેમ કહ્યું હતું. દરમિયાન ગત
તા.28-1ના રોજ 48.12 કેરેટના હીરા પંકજભાઈએ મહેશભાઈને હીરા બજારમાં બતાવ્યા હતા. ત્યારબાદ
મહેશ લાખાણી જૈમીન અને તરુણને આ હીરા બતાવી 36 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાનું જણાવી
રૂ.37.80 લાખના નેચરલ પોલીશ્ડ હીરા ખરીદી કર્યા હતા. નક્કી કરેલા સમયે રૂપીયા પરત નહીં
કરતા આ મામલે ગતરોજ હીરા વેપારી પંકજભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં
પિતા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.