• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

સુરતમાં મેડિકલ સ્ટોરમાં નશાયુક્ત સિરપનું વેચાણ કરતો સંચાલક ઝડપાયો

SOGની ટીમે રૂ. 8 હજારની કિંમતની નશાયુક્ત સિરપની 81 બોટલ કબજે કરી

સુરત, તા. 4: સુરતના ઉધના વિસ્તારમાં નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર એસઓજી પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડો પાડી મેડીકલ સ્ટોરમાંથી 8 હજારની મત્તાની નશાકારક સીરપ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી કે ઉધના વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિક્રિપ્શન વગર વેચાય રહી છે. જે બાતમી હકીકત આધારે એસઓજી પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ઉધના અમન સોસાયટી દુકાન નંબર-રમાં આવેલા રાધે મેડીકલ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક અમનકુમાર અરવિંદપ્રસાદ શાહ (ઉં.ર4)એ ડોકટરના પ્રિક્રિપ્શન વગર નશાયુક્ત દવા (ડ્રગ્સ)નું વેચાણ કર્યું હતું.

જેના આધારે એસઓજીની ટીમે તેના મેડિકલ સ્ટોર પર દરોડો પાડી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી રૂ.8,033ની કિંમતની નશાયુક્ત 81 સિરપ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી મેડિકલ સ્ટોરના સંચાલકને પકડી લઈ કાર્યવાહી કરી હતી.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક