અમરેલી, તા.4 : અમરેલી જિલ્લાના અલગ-અલગ ગામોમાં અપમૃત્યુના બનાવમાં છ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા.
રાજુલાના
માંડળ ગામે રહેતા મોહનભાઇ વશરામભાઇ વાળા નામના 50 વર્ષીય આધેડ બે દિવસ પહેલા ગામ પાસે
આવેલી વાડીએ હતા ત્યારે કોઇ કારણસર તેનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે બીજા બનાવમાં
જોલાપર ગામે રહેતા બાબુભાઇ ભગાભાઇ વાઘ નામના 42 વર્ષીય યુવાન કડિયાળી ગામ પાસે ભેરાઇ
ચોકડી પાસે પી.દાસ કંપનીની ગાડીમાંથી પાઇપ ઉતારતી વેળાએ પાઇપ માથે પડતા તેને ગંભીર
ઇજા થતા મૃત્યુ નિપજ્યું હતું જ્યારે ત્રીજા બનાવમાં મીઠાપુર ગામે રહેતા રત્ન કલાકાર
કિશોરભાઇ મનુભાઇ જોગદિયા નામના 40 વર્ષીય યુવાને ગત તા.25ના રોજ પોતાના ઘરે ઝેરી દવા
પી લેતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું જ્યારે ચોથા બનાવમાં રાદડિયા ખીજડિયા
ગામે નજીક વાડીમાં રહેતા ભગડા કાનાભાઇ બાંભણિયા નામનો 36 વર્ષીય યુવાન ગઇ કાલે તેને
ઝટકા મશીનના વાયરમાંથી કરંટ લાગતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બનાવમાં
કોટા ગામે રહેતો 20 વર્ષીય યુવાન રાહુલ ડાયસીંગભાઇ બારૈયા ગત તા.1ના રોજ કોચરડી ગામ
પાસે વાડીએ હતો ત્યારે તેને પગમાં ઝેરી જનાવર કરડીજતા ઝેરી અસર થતા તેનું મૃત્યુ નિપજ્યું
હતું. જ્યારે અન્ય બનાવમાં દાહોદના વતની હાલ વડિયાના અમરાપુર ગામે રહેતા ગૌરવ કમજીભાઇ
પારગી નામના 25 વર્ષીય યુવાને ગામ પાસે વાડીમાં ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન
મૃત્યુ નિપજ્યું હતું.