SOGની ટીમનો દરોડો : રૂ.5.70 લાખનો ગાંજો કબજે
તળાજા,
તા. 4: તળાજાના પાદરગઢ ગામ પાસેના વિસ્તારમાં ગાંજાનું વાવેતર થતુ હોવાની બાતમીના આધારે
એસ.ઓ.જી.ની ટીમે દરોડો પાડી વાડીમાં કપાસની વચ્ચે ગાંજાનું વાવેતર પકડી પાડી રૂ.પ.70
લાખની કિંમતના ગાંજાના છોડ સાથે એક શખસને પકડી લીધો હતો.
તળાજાના
પાદરગઢ ગામે પછેડિયા ધાર વિસ્તારમાં આવેલા યુવાન ખેડૂત રામ વિરાભાઈ ભમ્મરએ પોતાની વાડીમાં
કપાસ સાથે ગાંજો વાવ્યો છે. તેમ એસ.ઓ.જી.ના પી.આઈ. સુનેસરાને માહિતી મળી હી. જેથી તેઓએ
ખરાઈ કરી જિલ્લા પોલીસવડા પાસેથી વોરંટ મેળવી સહકારી મંડળી રજીસ્ટર કચેરીની ટીમ તથા
એફ.એસ.એલ. અધિકારીને સાથે રાખી, સ્થાનિક તલાટી મંત્રીને બોલાવી ખરાઈ કરીને રેડ કરી
હતી. પોલીસને અહીંથી ગાંજાનું વાવેતર મળ્યું હતું. ર8 છોડ જેનો વજન 11 કિલો અને
410 ગ્રામ થતા તેની કિંમત પોલીસે રૂ.પ,70,પ00/- ગણી માટી સહિતની વસ્તુઓ કબ્જે લીધી
હતી. આરોપી રામ વિરાભાઈ ભમ્મરની ધરપકડ કરી હતી.