• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

પંચશીલ સમજૂતી ચીન માટે માત્ર વ્યાપારિક રસ્તો હતો : સીડીએસ

જવાહરલાલ નેહરુએ ચીન સાથે કરેલી સમજૂતી અંગે સીડીએસ ચૌહાણે આપ્યું મંતવ્ય

નવી દિલ્હી, તા. 13 : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) અનિલ ચૌહાણએ ભારત અને ચીન વચ્ચે થયેલી પંચશીલ સમજૂતીને લઈને પોતાનું મંતવ્ય આપ્યું છે. પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા 1954માં કરવામાં આવેલી સમજૂતી હેઠળ ભારતને સત્તાવાર રીતે તિબેટને ચીનના હિસ્સાના રૂપમાં સ્વીકાર કર્યો હતો. સીડીએસના કહેવા પ્રમાણે આ સમજૂતી બાદ ભારતને લાગ્યું હતું કે ઉત્તરી સરહદનો ઉકેલ આવી ગયો છે પણ ચીને તેને માત્ર વેપારી સમજૂતી માની હતી. દેહરાદૂનમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સીડીએસ અનિલ ચૌહાણે કહ્યું હતું કે, ચીન અનુસાર સમજૂતી માટે વ્યાપારિક રસ્તા માટે હતી. જેને સરહદ સાથે કોઈ લેવાદેવા નથી. ત્યાર બાદથી જ એલએસી આજ સુધી સંવેદનશીલ છે. ઉલ્લેખનીય છે કે ભારતના પહેલા પીએમ જવાહરલાલ નેહરુ અને તત્કાલીન ચીની પ્રીમરિય ઝોઉ એનલાઈન વચ્ચે પંચશીલ સમજૂતી થઈ હતી. આ સમજૂતીમાં પાંચ સિદ્ધાંત હતા. જે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ ઉપર આધારીત હતા. આ સમયે ચીન એટલું શક્તિશાળી નહોતું. તેમ છતાં તે તિબેટ સુધી પહોંચી ગયું હતું પણ આગળ વધવાની હિંમત નહોતી. તેવામાં ચીન પણ શાંતિ ઈચ્છતું હતું. બાદમાં સ્થિતિ બદલાઇ હતી અને ચીનના ઈરાદા સામે આવ્યા હતા.  સીડીએસએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, બ્રિટિશ ચાલ્યા ગયા, તેઓ એક દિવસ જવાના જ હતા. તેઓ પાછળ સરહદ છોડતા ગયા હતા અને ભારતને નક્કી કરવાનું હતું કે સરહદ ક્યાં સુધી છે. નેહરુને કદાચ ખ્યાલ હતો કે પૂર્વમાં મેકમોહન જેવી વ્યવસ્થા છે તેમજ લદ્દાખના અમુક ક્ષેત્ર ઉપર પણ દાવો છે. જો કે પહાડો વચ્ચે સ્થિતિ સ્પષ્ટ નહોતી. જેના કારણે કદાચ પંચશીલ સિદ્ધાંત પસંદ કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

વિશ્વ કપનો પહેલો ઉલટફેર : ઓસ્ટ્રેલિયા સામે ઝિમ્બાબ્વેનો યાદગાર વિજય 2007 T-20 વર્લ્ડ કપ પછી ફરી એકવાર કાંગારૂ ટીમને હારનો સ્વાદ ચખાડતું ઝિમ્બાબ્વે February 14, Sat, 2026