નવી દિલ્હી, તા.13: ભારત-પાકિસ્તાન વચ્ચે તા. 1પ ફેબ્રુઆરી રવિવારે રમાનાર મેચમાં વરસાદના વિઘ્નની સંભાવના છે. કોલંબોમાં રવિવારે આખો દિવસ છૂટક-છૂટક વરસાદની આગાહી સ્થાનિક હવામાન ખાતાએ કરી છે. આ દરમિયાન આજે સાંજે ભારતીય ટીમ કોલંબો પહોંચી છે.
બીજી
તરફ ટીમ ઇન્ડિયાના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ નામીબિયા સામેની જીત પછી રાહતજનક
સમાચાર આપ્યા છે. તેનું કહેવું છે કે પેટના સંક્રમણમાંથી બહાર આવી રહેલો આક્રમક ઓપનર
અભિષેક શર્મા રવિવારે પાકિસ્તાન વિરુદ્ધના મહત્ત્વપૂર્ણ મુકાબલામાં પૂરી રીતે ફિટ દેખાઇ
રહ્યો છે. નાદુરસ્ત તબિયતને લીધે અભિષેક શર્માને બે દિવસ હોસ્પિટલમાં દાખલ થવું પડયું
હતું. આથી તે નામીબિયા સામેનો મેચ રમી શક્યો ન હતો.
હવે
વરુણ ચક્રવર્તીએ કહ્યું છે કે અભિષેક પહેલા કરતા ઠીક છે અને તે રવિવારે રમશે તેવું
મહેસૂસ કરી રહ્યો છે. મને તેની સ્થિતિ વિશે પૂરી ખબર નથી, પણ તે પહેલા કરતા ઘણો ફ્રેશ
છે. આજે(બુધવાર) તેણે થોડો અભ્યાસ પણ કર્યો છે. મેં તેની સાથે વાત કરી, તે સારી સ્થિતિમાં
છે. તે વાપસીની રાહ પર છે.