• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ સુધર્યું

દસ ક્રમની છલાંગ લગાવી 75મા ક્રમે: 56 દેશમાં મળશે વિઝા વિના પ્રવેશ

 

 

નવી દિલ્હી, તા.13 : દુનિયાભરમાં હવે ભારતીય પાસપોર્ટની તાકાતમાં વધારો થયો છે. ‘હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ-2026’ અનુસાર ભારતીય પાસપોર્ટે વૈશ્વિક કક્ષાએ 10 ક્રમ આગળ આવીને 75મું સ્થાન મેળવ્યું છે. ક્રમ આગળ આવતાં હવે ભારતીય પાસપોર્ટ ધારક માટે દુનિયાનો પ્રવાસ કરવો વધુ સરળ બનશે. પાસપોર્ટની આ નવી રેકિંગનો સૌથી મોટો ફાયદો ભારતીય પ્રવાસીને મળશે. હવે ભારતીય પ્રવાસી કોઈ ઝંઝટ વિના દુનિયાના 56 દેશમાં ઘૂમી શકશે.આ દેશોમાં કાં તો વિઝાની જરૂર રહેશે નહીં અથવા ત્યાં પહોંચતાં જ વિઝા-ઓન-એરાઈવલ અને ઈ-વિઝાની સુવિધા મળી જશે.

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસીએશન (આઈએટીએ)ના ડેટાનો ઉપયોગ કરીને એ દર્શાવે છે કે કયા દેશના નાગરિક કેટલી સરળતાથી વિદેશ પ્રવાસ કરી શકે છે.

આ સૂચિમાં સીંગાપુર ફરી પ્રથમ ક્રમે છે. અહીંના નાગરિક 192 દેશમાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે. બીજા ક્રમે જાપાન અને દક્ષિણ કોરિયા છે જેના પાસપોર્ટ પર 187 દેશમાં વિઝા વિના પ્રવાસ કરી શકાય છે.

ત્રીજા ક્રમે સ્વીડન અને યુએઈ છે જ્યારે ચોથા સ્થાન પર બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ જેવા 12 દેશે કબજો જમાવ્યો છે. પાંચમા ક્રમે ઓસ્ટ્રિયા, ગ્રીસ, માલ્ટા અને પોર્ટુગલ જ્યારે છઠ્ઠાથી દસમા સ્થાને ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મલેશિયા અને અમેરિકા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

વિશ્વ કપનો પહેલો ઉલટફેર : ઓસ્ટ્રેલિયા સામે ઝિમ્બાબ્વેનો યાદગાર વિજય 2007 T-20 વર્લ્ડ કપ પછી ફરી એકવાર કાંગારૂ ટીમને હારનો સ્વાદ ચખાડતું ઝિમ્બાબ્વે February 14, Sat, 2026