• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

તારિકને બાંગ્લાદેશનો તાજ? ભારત માટે રાહતનો સંકેત !

જમાત એ ઈસ્લામી કરતા બીએનપી વધારે લોકતાંત્રિક વિકલ્પ : ‘બંગલાદેશ ફર્સ્ટ’ની નીતિ પાછળ ભારત, ચીન અને પાકિસ્તાન સાથે સંતુલિત સંબંધની સંભાવના

 

નવી દિલ્હી, તા. 13 : પાડોસી દેશ બંગલાદેશમાં એક દિવસ પહેલા થયેલી સામાન્ય ચૂંટણીમાં તારિક રહેમાનની પાર્ટી બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ને ભારે બહુમતી મળી છે. કુલ 299માંથી 200થી વધારે સીટ ઉપર જીત મેળવી છે. આ પરિણામથી સ્પષ્ટ છે કે તારિક રહેમાન હવે બંગલાદેશના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેઓ પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાના પુત્ર છે. આ રાજનીતિક બદલાવની અસર માત્ર બંગલાદેશ સુધી જ સીમિત  રહેશે નહી, પાડોસી ભારત અને ક્ષેત્રીય ભૂ રાજનીતિ ઉપર પણ તેની અસર જોવા મળી શકે છે.

ભારતે ચૂંટણી પરિણામ આવે તે પહેલા જ બંગલાદેશના નવા નેતૃત્વને અભિનંદન આપીને સંકેત આપ્યો હતો કે ભારત સંબંધોને ફરીથી મજબૂત કરવા માગે છે. આ પ્રક્રિયા એટલે પણ મહત્વપુર્ણ છે કારણ કે પુર્વ પીએમ શેખ હસીનાના સત્તામાંથી દુર થવા બાદથી બન્ને દેશ વચ્ચેના સંબંધમાં કડવાશ આવી છે. ભારતની નજરમાં બીએનપી કટ્ટરવાદી વિચારધારા ધરાવતી જમાત એ ઈસ્લામીની સરખામણીએ વધારે લોકતાંત્રિક વિકલ્પ માનવામાં આવે છે.

પાડોસી દેશમાં નેતૃત્વ સંભાળવા જતી પાર્ટીએ ‘બંગલાદેશ ફર્સ્ટ’ની નીતિની વાત કરી છે. જે ઘણા અંશે ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ જેવી જ છે. એટલે કે બંગલાદેશની પાર્ટી ભારત, ચીન અને પાકિસ્તાન ત્રણેય સાથે સંતુલિત સંબંધ બનાવવાની કોશિશ કરી શકે છે. જે ભારત માટે રાહતની વાત બની શકે છે. વધુમાં યૂનુસ સરકારમાં ચીન અને પાકિસ્તાન સાથે બંગલાદેશની નજીકતા વધી રહી હોવાથી નવી નીતિ મહત્વપૂર્ણ માની શકાય તેમ છે. ભારત અને બંગલાદેશ વચ્ચે અંદાજીત 4000 કિમી લાંબી સરહદ, વેપાર, વીજ આપૂર્તિ અને કનેક્ટિવિટી જેવા મજબૂત સંબંધ છે. આ માટે બન્ને દેશ વચ્ચે સહયોગ જરૂરી માનવામાં આવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

વિશ્વ કપનો પહેલો ઉલટફેર : ઓસ્ટ્રેલિયા સામે ઝિમ્બાબ્વેનો યાદગાર વિજય 2007 T-20 વર્લ્ડ કપ પછી ફરી એકવાર કાંગારૂ ટીમને હારનો સ્વાદ ચખાડતું ઝિમ્બાબ્વે February 14, Sat, 2026