કેનેડા: 20 ઓવર 7/150
ઞઅઊ:
19.4 ઓવર 5/154
નવી
દિલ્હી, તા.13: ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ ડીના મેચમાં રસાકસી બાદ કેનેડા સામે બે દડા
બાકી રહેતા યૂએઇ ટીમનો પ વિકેટે રોમાંચક વિજય થયો હતો. 1પ1 રનનો વિજય લક્ષ્યાંક યૂએઇ
ટીમે 19.4 ઓવરમાં પ વિકેટે હાંસલ કર્યો હતો. યૂએઇ તરફથી ઓપનર આર્યંષ શર્મા (અણનમ
74) અને સોહેબ ખાન (પ1) વચ્ચે પાંચમી વિકેટમાં 43 દડામાં 84 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ
થઇ હતી. યુએઇ તરફથી બોલર ઝુનૈદ સિદિકીએ 3પ રનમાં પ વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ
મેચ જાહેર થયો હતો. અત્યાર સુધી 8 ટી-20 વર્લ્ડ કપમાં હિસ્સો બનનાર યૂએઇ ટીમની આ ફકત
બીજી જીત છે.
1પ1
રનના વિજય લક્ષ્યનો પીછો કરતા યૂએઇ ટીમે 66 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. દબાણની
આ સ્થિતિમાં આર્યંશ શર્માએ પ3 દડામાં 6 ચક્કા-3 છક્કાથી 74 રનની અણનમ ઇનિંગ રમી હતી
જ્યારે સોહેબ ખાન 29 દડામાં 4 ચોક્કા-4 છક્કાથી પ1 રન કરી આઉટ થયો હતો. આ બન્નેએ
19મી ઓવરમાં 18 રન ઉમેરી પાસા પલટાવ્યા હતા. જીત માટે 3 દડામાં 1 રનની જરૂર હતી ત્યારે
તે આઉટ થયો હતો. મુહમ્મદ ઇરાફને વિજયી ચોક્કો ફટકાર્યો હતો.
આ
પહેલા કેનેડા ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 1પ0 રન કર્યાં હતા. જેમાં હર્ષ ઠાકરના 41 દડામાં
2 ચોક્કા-3 છક્કાથી પ0 અને નવનીત ધાલીવાલના 34 રન મુખ્ય હતા.