નવી દિલ્હી, તા.1ર : ગુરુવારે સંસદના બજેટ સત્રના 12મા દિવસે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની ચેમ્બરમાં થયેલા હોબાળાનો એક નવો વીડિયો પોસ્ટ કર્યો હતો.
તેમણે
વિપક્ષી પક્ષો પર ગંભીર આરોપો લગાવ્યા કે 20-25 કોંગ્રેસના સાંસદો સ્પીકરના ચેમ્બરમાં
ઘૂસી ગયા અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. રિજિજુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા
વીડિયોની સાથે લખ્યું છે કે આ એક કોંગ્રેસના સાંસદ દ્વારા બનાવવામાં આવેલી ગેરકાયદેસર
વીડિયો ક્લિપ છે જેમાં 20-25 કોંગ્રેસના સાંસદો માનનીય સ્પીકરના ચેમ્બરમાં ઘૂસીને તેમને
દુર્વ્યવહાર કરે છે. રિજિજુએ કહ્યું કે પ્રયંકા ગાંધી અને કેસી વેણુગોપાલની હાજરીમાં
વિપક્ષી સાંસદોએ લોકસભા સ્પીકર અને પીએમ મોદીને અપશબ્દો કહ્યા હતા.