છેલ્લા પાંચ વર્ષમાં 147 વાઘનાં મૃત્યુ : સ્પેશિયલ ફોર્સ ટીમ પણ ન બની
ભોપાલ,
તા. 22 : દેશમાં સર્વાધિક વાઘ હોવાનાં કારણે મધ્ય પ્રદેશને ટાઇગર સ્ટેટ કહેવામાં આવે
છે. મધ્ય પ્રદેશમાં વાઘની વધતી સંખ્યા વચ્ચે સતત બનતી મૃત્યુની ઘટનાઓ ચિંતાનો વિષય
બની છે. એક અહેવાલ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં એમપીમાં 147 વાઘનાં મૃત્યુ થયાં છે.
જેમાં બાળકો પણ સામેલ છે.
સરકાર
તરફથી કોંગ્રેસ વિધાયકના પ્રશ્નના લેખિત જવાબમાં સ્વીકાર કર્યો હતો કે, પાંચ વર્ષમાં
147 વાઘે જીવ ગુમાવ્યા છે. જેમાં 87 વાઘ પરસ્પરના સંઘર્ષમાં માર્યા ગયા છે જ્યારે
16 વાઘનાં મોત કરંટ લાગવા અને શિકારનાં કારણે થયા છે. વાઘની સુરક્ષા માટે પ્રદેશમાં
સ્પેશિયલ ફોર્સ બનાવવાનો પ્રસ્તાવ હતો પણ આ કામ થઈ શક્યું નથી. વધુમાં જાણકારી આપવામાં
આવી હતી કે 2018માં પ્રદેશમાં 526 વાઘ હતા. જે 2022માં 785 થયા હતા.