બ્રાઝીલના
પત્રકારનો સનસની મચાવતો દાવો : જિનેવામાં થવાનું હતું ઓપરેશન : પાકિસ્તાને શંકા જતા
ઓમાન મારફતે ઈઝરાયલને મોકલાવ્યો સંદેશ
નવી
દિલ્હી, તા. 24 : બ્રાઝીલના એક પત્રકારે એવો ચોંકાવનારો દાવો કર્યો છે જેનાથી પાકિસ્તાનથી
લઈને ઈરાન સુધી ખલબલી મચી છે. બ્રાઝીલના પત્રકાર પેપે એસ્કોબારે દાવો કર્યો છે કે ઈઝરાયલની
ગુપ્તચર એજન્સી મોસાદે પાકિસ્તાની મિલિટ્રી ચીફ ફીલ્ડ માર્શલ આસિમ મુનીર અને તેના પુરા
પ્રતિનિધિમંડળની હત્યાની સાજિશ રચી હતી. દાવા અનુસાર મુનીર ઈરાન શાંતિ વાર્તા માટે
જીનેવામાં હતો ત્યારે ઓપરેશનને અંજામ આપવજાનો હતો.
પાકિસ્તાન
અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા નિભાવવાની કોશિશ કરી રહ્યું છે. બન્ને દેશ
વચ્ચે થયેલી શરૂઆતી સમજૂતીતનું નામ ‘ઈસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ’ રાખવામાં
આવ્યું છે. ઈસ્લામાબાદ એમઓયુ ઉપર આગળની વાતચીત જીનેવામાં થઈ હતી, જેમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સહિત મોટા અધિકારીઓ સામેલ થયા હતા. આ
મામલે એસ્કોબારે દાવો કર્યો હતો કે પાકિસ્તાની મિલિટ્રી ઈન્ટેલિજન્સને ખુબ જ વિશ્વસનીય
જાણકારી મળી હતી કે મોસાદ સ્વિત્ઝરલેન્ડમાં થનારી હાઈ લેવલ વાતચીત દરમિયાન મુનીર અને
પાકિસ્તાની ડેલિગેશનના બીજા સભ્યોને મારવાની તૈયારી કરી રહ્યું હતું.
એક
પોડકાસ્ટ દરમિયાન એસ્કોબારે કહ્યું હતું કે, સાજિશની માહિતી મળતા જ પાકિસ્તાની અધિકારીઓએ
રાજદ્વારી મધ્યસ્થો મારફતે જવાબ આપ્યો હતો. આ સાથે અંદાજ વ્યક્ત કર્યો હતો કે કદાચ
ઓમાન મારફતે ઈઝરાયલને સંદેશ આપવામાં આવ્યો હતો કે જો પાકિસ્તાની પ્રતિનિધિમંડળ સાથે
કંઈ થયું તો ઈઝરાયલને નકશામાંથી ખતમ કરી દેવામાં આવશે.