નવી
રાશન પ્રણાલીનો મુસદ્દો તૈયાર; મોટા પરિવારોને ઓછું અનાજ મળે છે, અસમાનતા દૂર કરવા પહેલ
નવી
દિલ્હી, તા. 24 : દેશની જાહેર વિતરણ પ્રણાલી અને રાશન વ્યવસ્થામાં મોટો બદલાવ જોવા
મળી શકે છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સુધારા વિધેયકનો મુસદ્દો જારી
કર્યો છે, જેમાં રાશન વિતરણ વ્યવસ્થામાં બદલાવ કરવાની ભલામણ કરાઈ છે.
મુસદ્દા મુજબ અંત્યોદય અન્ન યોજના હેઠળ પ્રત્યેક
પાત્ર પરિવારને દર મહિને 35 કિલોગ્રામ અનાજ અપાય છે.
નવા
સુધારા બાદ પ્રતિવ્યક્તિ સાત કિલો અનાજ દર મહિને અપાશે. જો કે, સરકારે સ્પષ્ટ કર્યું
હતું કે, એક પરિવારને મળતાં અનાજની મહત્તમ સીમા 35 કિલો જ રહેશે. મતલબ કે, હવેથી પરિવારના સભ્યોની સંખ્યા મુજબ અનાજ
મળશે. એક કુટુંબમાં ચાર સભ્ય હોય તો 28 કિલોના હિસાબે મળશે.
સરકારનું
માનવું છે કે, વર્તમાન સમયમાં પરિવારોના આકારના આધાર પર અસમાનતા જોવા મળી રહી છે.
નાના
પરિવારોને પ્રતિવ્યક્તિ વધારે અનાજ મળી જાય છે, તો મોટા પરિવારોને માથાંદીઠ ઓછું અનાજ
મળે છે.
આ અસંતુલનને ખતમ કરવા અને બધા લાભાર્થીને સમાન આધાર
પર લાભ આપવા માટે માથાંદીઠ આધાર પર અનાજ વિતરણની નવી વ્યવસ્થાનો પ્રસ્તાવ સરકાર લાવી
રહી છે.