• ગુરુવાર, 25 જૂન, 2026

મહિલા T-20 વિશ્વ કપમાં આજે ભારતનો

બાંગલાદેશ સામે કરો યા મરો સમાન મેચ

માંચેસ્ટર, તા.24 : મીડલ ઓર્ડર બેટર્સની નિષ્ફળતા અને ખરાબ ફિલ્ડિંગને લીધે મહિલા ટી-20 વિશ્વ કપમાં ભારતનું અભિયાન ખતરામાં પડયું છે. આ સ્થિતિમાં હવે ગુરુવારે બાંગલાદેશ વિરુદ્ધના મેચમાં ભારતીય મહિલા ટીમે કરો યા મરો કરીને મેદાનમાં ઉતરવું પડશે. ભારતીય મહિલા ટીમ ગ્રુપ વનમાં છે અને 3 મેચમાં 2 જીત અને 1 હારથી હાલ ઓસ્ટ્રેલિયા પછી બીજાં સ્થાને છે. દ. આફ્રિકાના ત્રણ નંબર પર છે. તેના અને ભારતના એક સમાન 4-4 પોઇન્ટ છે. અંતમાં નેટ રન રેટ મહત્ત્વનો બની રહેશે. આથી ભારતીય ટીમે બાંગલાદેશ સામે સારા માર્જિનથી જીત નોંધાવવી જરૂરી છે. આખરી લીગ મેચ મજબૂત ઓસ્ટ્રેલિયા સામે રવિવારે રમવાનો છે. ભારતીય મહિલા ટીમને સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા પાસેથી સારી શરૂઆતની આશા રહેશે. સ્મૃતિ 1પ9 અને શેફાલી 92 રન કરી ચૂકી છે. જો કે મધ્યક્રમમાં જેમિમા, કપ્તાન હરમનપ્રિત અને ઋચા ઘોષ હજુ સુધી મોટી ઇનિંગથી દૂર છે. તેમની નિષ્ફળતા ટીમ માટે ચિંતાપ્રેરક છે. હરમનપ્રિત કૌરની ટીમે બાંગલાદેશથી સાવધ રહી ક્ષમતા અનુસારનો દેખાવ કરવો પડશે. સ્પિનર શ્રી ચારણીને અનુભવી દીપ્તિ શર્માએ સામા છેડેથી સારો સહયોગ આપવો પડશે. પાછલા મેચમાં આફ્રિકા સામે દીપ્તિની નિષ્ફળતા ભારતને અંતમાં મોંઘી પડી હતી.

મેચ ગુરુવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક