• ગુરુવાર, 25 જૂન, 2026

AI કંપનીઓ વીજળી, પાણીની ખપતનો હિસાબ આપે : યુનો મહાસચિવ

નવીદિલ્હી, તા.24 : આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનાં વિકાસ સાથે પાણી અને વીજળીનાં ગંભીર સંકટ ભવિષ્યમાં સર્જાવાની આંશકા વચ્ચે સંયુક્તરાષ્ટ્રનાં મહાસચિવ એંટોનિયો ગુટેરેસે એઆઇ કંપનીઓને પોતાની કાર્બન ઉત્સર્જન સંબંધિત જાણકારીઓ જાહેર કરવા અપીલ કરી છે. તેમણે કંપનીઓ પાસેથી વીજળી અને પાણીના વપરાશનો હિસાબ પણ માગ્યો છે. લંડનમાં ક્લાયમેટ એક્શન વીકને સંબોધતા તેમણે એઆઇ પર્યાવરણીય પારદર્શિતા પહેલ માટે પ્રસ્તાવ પણ રાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એઆઇ કંપનીઓએ પોતાની ટેકનોલોજીથી પર્યાવરણ ઉપર પડતી અસરો માપવા અને આંકવા સાથે તેનાં તારણો જાહેર પણ કરવા જોઈએ. જળવાયુ પરિવર્તનની ભીષણ બની રહેલી અસરો વચ્ચે એઆઇ કંપનીઓએ તેના માટે પારદર્શક બનવું પડશે. ડેટા સેન્ટરવાળા વિસ્તારોમાં સ્થાનિક સ્તરે પણ આવી માગણીઓ ઊઠી રહી છે. તેમણે આ ઉદ્યોગમાં એકસમાન રિપોર્ટિંગ વ્યવસ્થાની આવશ્યકતા પણ દર્શાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક