બે
વર્ષ સુધી રૂપિયા ખંખેર્યા બાદ વિઝા નહીં આપતા બગવદર પોલીસ મથકે નોંધાયો ગુનો
પોરબંદર,
તા.24: પોરબંદર આંબાપરા ગામની પ્રાસલી સીમમાં રહેતી એક મહિલા સાથે વડોદરા અને અમદાવાદની
ટોળકીએ મળી વિદેશ કામ કરવા જવા માટે વિઝા કાઢી આપવાના બહાને એક વર્ષ સુધી રૂપિયા ખંખેરી
અંતે વિઝા નહીં આપતા મહીલે અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત
વિગતો મુજબ પોરબંદરના આંબાપરા માં રહેતા શીતલબેન નિલેશભાઈ ઓડેદરા (ઉં.વ. 30)એ પોલીસમાં
ફરિયાદ નોંધાવી હતીકે વર્ષ 2023માં તેમને યુ.કે.માં કામ અર્થે જવાની ઈચ્છા હોવાથી ઇન્સ્ટાગ્રામ
એપ્લિકેશનમાં વડોદરાના એજન્ટ શૈલેષ પ્રજાપતિની જાહેરાત જોઈ હતી, જેમાં શૈલેષ યુ.કે.ના
તમામ પ્રકારના વિઝા કાઢી આપતો હોવાનું જણાવ્યું હતું. આ જાહેરાત શીતલે જોતા તેના પતિ
નિલેશ રામભાઈ ઓડેદરા અને કૌટુંબિક દિયર રામદેવને વાત કરી હતી. તેથી રામદેવે શૈલેષ પ્રજાપતિની
જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર ફોન કરતા તેણે વડોદરા ખાતે ‘લાઈવ ઈમિગ્રેશન’ નામની
ઓફિસે રૂબરૂ બોલાવ્યા હતા અને તેણે 28 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું તથા જો વિઝાનું
કામ નહીં થાય તો રૂપિયા પરત આપશે તેમ જણાવ્યું હતું અને શૈલેષે અમદાવાદ આઈ.ટી.સી. નર્મદા
હોટેલની સામે આયુષી દિલીપ વાનેસરાની ‘ગેટ વે અબ્રોડ’ નામની ઓફિસે ઇન્ટરવ્યુ દેવા જવાનું
કહ્યું હતું અને 60 હજાર રૂપિયા ઇન્ટરવ્યુ ફીના રોકડા લઈ જવા કહ્યું હતું, પૈસા લઇ
લીધા બાદ લાંબા સમય સુધી કોઈ વિઝા નહીં આવતા અંતે બગવદર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં
આવી હતી.