ઈરાની
રાષ્ટ્રપતિ પેઝેશ્ક્યાનના નિમંત્રણ પર અંતિમ નિર્ણય બાકી
નવી
દિલ્હી, તા.24 : ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ
સૈયદ અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર
રીતે આમંત્રણ આપ્યું છે. ખામેનીનું ફેબ્રુઆરીમાં અમેરિકા-ઇઝરાયલ હવાઈ હુમલામાં અવસાન
થયું હતું.
અહેવાલ
મુજબ, અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે તે હાલમાં સ્પષ્ટ નથી. અગાઉ,
28 ફેબ્રુઆરીએ ખામેનેઈના અવસાન પછી, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ ભારત સરકાર
વતી શોક પુસ્તક પર હસ્તાક્ષર કરવા માટે નવી દિલ્હીમાં ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી
હતી.
મે
2024માં જ્યારે તત્કાલિન ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં
અવસાન થયું, ત્યારે નવી દિલ્હીએ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી અને ધ્વજ અડધી કાઠીએ
ફરકાવ્યો હતો. તે સમયે, ભારતે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને તેહરાનમાં ભારતીય
પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા મોકલ્યા હતા.
સંઘર્ષને
કારણે લાંબા સમય સુધી વિલંબ થયા બાદ, અંતિમ સંસ્કારની કાર્યવાહી 4 જુલાઈથી શરૂ થશે. 9 જુલાઈએ, તેમને તેમના વતન મશહદમાં ઇમામ રેઝા દરગાહ
ખાતે દફનવિધિ કરવામાં આવશે.
હાલમાં
ઈરાન જવાની યોજના હોય તો ટાળજો : માર્ગદર્શિકા
નવી
દિલ્હી, તા.24 : ઈરાન-અમેરિકા વચ્ચે પ્રવાહી સ્થિતિ વચ્ચે તહેરાનમાં ભારતીય દૂતાવાસે
ભારતીય નાગરિકોને ઈરાનની તમામ બિનજરૂરી યાત્રા ટાળવાનો અનુરોધ એક નવી માર્ગદર્શિકામાં
કર્યો છે. જોકે, આ માર્ગદર્શિકામાં હાલના સમયમાં થયેલા સકારાત્મક ફેરફારોનો પણ ઉલ્લેખ
કરવામાં આવ્યો છે. આમ છતાં, પ્રવાસીઓને સ્થિતિના છેલ્લામાં છેલ્લા અપડેટની રાહ જોવાની
સલાહ આપવામાં આવી હતી.
જે
ભારતીય નાગરિક હાલમાં ઈરાનમાં છે અથવા જેમને જરૂરી કામસર ઈરાન જવું પડે તેમ છે તેમને
અત્યંત સાવધાની રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
આવા
ભારતીય નાગરિકો સ્થાનિક વહીવટીતંત્રના નિર્દેશોનું પાલન કરે અને સંપૂર્ણ રીતે સતર્ક
રહે એમ દૂતાવાસે જણાવ્યું હતું. સાથે જ તમામ ભારતીય નાગરિકોને તહેરાન સ્થિત ભારતીય
દૂતાવાસ પાસે પોતાની નોંધણી કરાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.