• શનિવાર, 11 જુલાઈ, 2026

ઈરાનની ટ્રમ્પની હત્યા કરવાની યોજના

ઈઝરાયલે અમેરિકાને આપી ચેતવણી : જો કે, અમેરિકા દ્વારા પુષ્ટિ નહીં

નવી દિલ્હી, તા. 10 : ઇઝરાયલે અમેરિકાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાના નવા ઇરાની કાવતરા વિશે ગુપ્ત માહિતી પૂરી પાડી છે. અહેવાલો અનુસાર, ઈરાન 2020 માં કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ટ્રમ્પને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે. જોકે, અમેરિકાએ આવા ઇનપુટની પુષ્ટિ કરી નથી.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, એક નવા અહેવાલે સનસનાટી મચાવી દીધી છે. અમેરિકન મીડિયા અહેવાલ અનુસાર, ઇઝરાયલે અમેરિકાને ગુપ્ત માહિતી પૂરી પાડી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે એક નવું કાવતરું તૈયાર કરી રહ્યું છે. આ માહિતી એવા સમયે આવી છે જ્યારે બંને દેશો વચ્ચે લશ્કરી ઘર્ષણ વધુ તીવ્ર બન્યું છે.

વોલ સ્ટ્રીટ જર્નલ અને સીએનએનના અહેવાલો અનુસાર, ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓએ આ અઠવાડિયે યુએસ અધિકારીઓને ચેતવણી આપી હતી કે ઈરાન ટ્રમ્પને નિશાન બનાવવાની ચોક્કસ યોજના પર કામ કરી રહ્યું છે. જો કે, યુએસ એજન્સીઓ હજુ સુધી આ ઇનપુટની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શકી નથી.

હેવાલમાં જણાવાયું છે કે 2020 માં યુએસ ડ્રોન હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ  કુદ્સ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઈરાન સતત ટ્રમ્પ સામે બદલો લેવાની હાકલ કરી રહ્યું છે. ઈરાનના તાજેતરમાં માર્યા ગયેલા સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખોમેનીના અંતિમ સંસ્કાર દરમિયાન ટ્રમ્પ વિરોધી નારા પણ લગાવવામાં આવ્યા હતા.

દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યું હતું કે તેમનું નામ ઈરાનની ‘િહટ લિસ્ટ’માં ટોચ પર છે. તેમણે પત્રકારોને કહ્યું, ‘તેઓ મને, યુનાઇટેડ સ્ટેટ્સના નેતાને, ખતમ કરવા માંગે છે. આજે સવારે મેં જોયું કે હું તેમની પાસે રહેલી દરેક યાદીમાં છું.

ઇ-પેપરના નવા શુલ્ક