• શનિવાર, 11 જુલાઈ, 2026

રાજકોટ ટીઆરપી ગેમઝોન કાંડ 5 અધિકારીઓને મનપાએ ‘ચૂપચાપ’ ઘર ભેગા કર્યા

મ્યુનિ. કમિશનરે ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર પ્રકરણમાં કાર્યવાહી અંગે સોગંદનામું રજૂ કરતા તમામને બે દિવસ પૂર્વે ‘િડસમીસ’ કર્યાની વિગતો ખુલી

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.10: રાજકોટના ચકચારી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો કેસની સુનાવણી દરમિયાન રાજકોટ મનપા  દ્વારા મહત્ત્વની વિગતો પૂરી પાડવામાં આવી છે. કોર્પોરેશનના જવાબદાર પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. જે અંતર્ગત તમામને ડિસમિસ કરી દેવાયા હોવાનું કોર્ટ સમક્ષ જણાવાયું છમ્યુનિ.તંત્રએ આ કામગીરી બે દિવસ પૂર્વે જ ‘ચૂપચાપ’ આટોપી લેતા આશ્ચર્ય સર્જાયું છે.

ગ તા.25 મે 2024માં બનેલી ટીઆરપી ગેમઝોનની કરુણ ઘટનામાં 27 લોકોનો ભોગ લેવાયો હતો. ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી ડિસ્મિસલ ફોર સર્વિસ એટલે કે નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બે દિવસ પૂર્વે જ એટલે કે ગત તા.8ના રોજ આ સમગ્ર પ્રક્રિયા કોર્પોરેશન દ્વારા ચુપચાપ રીતે પૂર્ણ કરી દેવામાં આવી હતી. રાજકોટવાસીઓ માટે સૌથી સંવેદનશીલ ગણાતી આ દુર્ઘટનામાં મનપાની છૂપી કામગીરી સામે સવાલ થયાં છે. જો કે, તંત્રનું એવું કહેવું છે કે, કોર્ટમાં  (સૌંગદનામું રજૂ કર્યા બાદ જ સત્તાવાર રીતે વિગતો જાહેર કરવાની હતી.

દરમિયાન આજરોજ  આ ચકચારી કેસની આજે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે સોગંદનામું રજૂ કર્યુ હતું. રાજકોટ મનપા તરફથી હાઈકોર્ટને જણાવાયું કે, વિભાગીય તપાસના આધારે અનેક અધિકારીઓને ગુજરાત સિવિલ સર્વિસ (શિસ્ત અને અપીલ) નિયમો હેઠળ મોટી સજા ફટકારવામાં આવી છે. 

કેટલાક અધિકારીઓને સરકારી સેવામાંથી બરતરફ કરાયા છે અને ભવિષ્યમાં કોઈપણ સરકારી નોકરી માટે પણ અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. એક વર્ગ-1ના વરિષ્ઠ અધિકારી સામે પણ ગંભીર શિસ્તભંગની કાર્યવાહી કરાઈ છે. સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે, ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા અને રોહિત વિગોરા સામે વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી આંતરિક તપાસમાં સામે આવેલા તારણોના આધારે કરવામાં આવી હોવાનું કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.

જો કે તત્કાલિક ટાઉન પ્લાનિંગ અૉફિસર મનસુખ સાગઠિયા અને ચીફ ફાયર અૉફિસર ઈલેશ ખેર સામે તપાસ ચાલુ હોવાથી હાલ કોઈ કાર્યવાહી કરાઈ નથી. જ્યારે ડેપ્યુટી ચીફ ફાયર અૉફિસર ભીખાભાઈ ઠેબાને સુનાવણી માટે તક આપવામાં આવી છે. ચીફ ટીપીઓ મનસુખ સાગઠિયા અગાઉથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ ગયાં છે. મનસુખ સાગઠિયાના અન્ય ભથ્થા કપાશે અને માત્ર પ્રોવિઝનલ પેન્શનના હકદાર રહેશે.

 આ અંગે એડવોકેટ નરેન્દ્રાસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ ઘટનામાં ખાતાકીય તપાસ દરમિયાન અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે. આ બેદરકારીના કારણે જ 27 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું તારણ મ્યુનિસિપલ કમિશનરની તપાસમાં સામે આવ્યું છે. કાયદાકીય દૃષ્ટિએ આ કેસને અત્યંત મહત્વનો માનવામાં આવે છે, કારણ કે ભારતમાં આ કદાચ પ્રથમ એવો કિસ્સો છે જેમાં ખાતાકીય તપાસ હેઠળ અધિકારીઓને જવાબદાર ઠેરવી તેમને ’ડિસ્મિસલ ફોર સર્વિસ’ કરવામાં આવ્યા છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક