પોલીસ સામે અનુકલ્પે કબૂલ્યું; લોકોને વ્યાજે અપાતા ઃ ‘સીટ’ની તપાસની સોય અનિલ મિશ્રા તરફ
અયોધ્યા, તા.
9 ઃ રામમંદિર
ચડાવા ચોરીના
બહુચર્ચિત પ્રકરણમાં
ગુરુવારે ચોંકાવનારો
ધડાકો થયો
હતો. પોલીસ
પૂછપરછમાં આરોપી
અનુકલ્પ મિશ્રાએ
કબૂલાત કરી
હતી કે,
ચડાવા ચોરીના
પૈસાનું શેરબજારમાં
રોકાણ કરતા
હતા.
અનુકલ્પે સ્વીકાર્યું
હતું કે,
હું અને
અવિનાશ શુકલા
ચોરીના પૈસા
શેરબજારમાં રોકતા
હતા, લોકોને
વ્યાજે પણ
આપતા હતા.
નીકટના લોકો,
સંબંધીઓને પૈસા
આપી અને
પછી પોતાના
ખાતાંમાં નખાવતા
હતા. પોલીસ
આજે સવારે
નવ વાગ્યે
અનુકલ્પનાં ઘરે
પહોંચી હતી.
20 મિનિટ સુધી
તલાશી લઇ,
કુટુંબીઓની પૂછપરછ
કરી હતી.
પોલીસે આરોપીઓના
પરિવારજનોના 30 બેંક
ખાતાં ફ્રીઝ
કરી નાખ્યાં
છે. આ
ખાતાંઓમાં આવકની
તુલનાએ વધુ
લેવડ-દેવડની
વાત સામે
આવી છે.
દરમ્યાન કોંગ્રેસ
નેતા પ્રમોદ
તિવારીએ એવો
સવાલ ઉઠાવ્યો
હતો કે,
આ પ્રકરણમાં
ચંપત રાય
કેમ બેદાગ
બચી શકે,
આ કોઇ
સાધારણ અપરાધ
નથી.
‘સીટ’ના
અહેવાલ અનુસાર
દાનની રકમ
એકઠી કરી,
તેની ગણતરી
કરી બેંકમાં
જમા કરવાની
પ્રક્રિયાઓમાં ગરબડો
મળી છે.
આ કવાયતની
જવાબદારી ડો.
અનિલ મિશ્રાની
હતી. ભારતીય
સ્ટેટ બેંક
(એસબીઆઇ) દ્વારા
પૈસા ગણતરીના
બનાવેલા નિયમોમાં
ટ્રસ્ટ વતી
જવાબદારી અનિલ
મિશ્રાની હતી.