• શનિવાર, 11 જુલાઈ, 2026

ચીને હીલિયમની નિકાસ ઉપર મુકી રોક

મોબાઈલ, કાર, હોસ્પિટલની ખછઈં મશીન ઉપરાંત રક્ષા ઉપકરણો ઉપર જોવા મળશે અસર

 

નવી દિલ્હી, તા. 10 : ટેક્નોલોજીના વધતા ઉપયોગ દરમિયાન હીલિયમ ગેસ મોટી ભૂમિકા ભજવે છે. ચિપ, સેમીકંડક્ટરથી લઈને હોસ્પિટલ્સની એમઆરઆઈ મશીનો અને રક્ષા ક્ષેત્ર સંબંધિત ટેક્નીકને બનાવવા અને ઉપયોગ કરવામાં હીલિયમ ગેસની જરૂરિયાત રહે છે. હવે ચીને હીલિયમની સપ્લાય ઉપર રોક મુકીને દુનિયાના ઘણા દેશોને મોટો ઝટકો આપ્યો છે. ભારત ઉપર પણ આ રોકની અસર જોવા મળી શકે છે.

ચીનના વાણિજ્ય મંત્રાલય અને સીમા શુલ્કના સામાન્ય પ્રશાસને ઘોષણા કરી હતી કે ચીને હીલિયમની નિકાસ ઉપર અસ્થાયી પ્રતિબંધ મુક્યો છે, જે તત્કાળ પ્રભાવથી લાગુ થશે. ભારત મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે તેમજ દુનિયાના મોટા ઈલેકટ્રોનિક બજારમાં પોતાને સ્થાપિત કરવાની દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર સેમીકંડક્ટર મિશન હેઠળ દેશમાં ચિપ ફેક્ટરી સ્થાપવા ભાર મુકી રહી છે. આવા સમયે હીલિયમની કમીથી દેશની વિશેષ યોજનાઓ ઉપર અસર પડી શકે છે.

ઈલેકટ્રોનિક મેન્યુફેક્ચરીંગના ક્ષેત્રમાં હીલિયમ એક જરૂરી કાચો માલ છે. તેની કમીથી ફેક્ટરીની આપૂર્તિને પડકારોનો સામનો કરવો પડી શકે છે અને કિંમત પણ વધવાની આશંકા છે. જે રીતે આજની દુનિયા ડીઝલ-પેટ્રોલ, ઈંધણ અને ઊર્જાથી ચાલે છે.

તેવી જ રીતે ચિપ અને સેમીકંડક્ટર પણ મહત્વની ટેક્નોલોજી છે. તેનો ઉપયોગ ફોન, લેપટોપ, કાર, ફ્રીઝ, એસી તેમજ રક્ષા સંબંધિત યંત્રોમાં કરવામાં આવે છે. આ તમામ માટે હીલિયમ જરૂરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક