• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ગોંડલઃ યુવતીઓનો પીછો કરી છેડતી કરનાર રોમિયોની જાહેરમાં સરભરા

ગોંડલ, તા. 9 ગોંડલના વ્યસ્ત ગણાતા આઈકોનિક રોડ પરથી ખરીદી કરીને પરત ફરી રહેલી બે યુવતીનો એક્ટિવા પર પીછો કરી અશ્લીલ ઈશારા તથા બિભત્સ અવાજો કાઢી હેરાન કરનાર રોમિયોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. ઘટનામાં યુવતીઓએ ગભરાયા વગર ઘરે જઈ વાલીઓને વાત કરતાં પરિવારે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એક્ટિવા નંબર ટ્રેક કરીને આરોપી કુલદીપ ભરતભાઈ પટોડિયા (ઉંમર 30 વર્ષ, રહે. રાજનગર)ને તેના ઘરેથી દબોચી લીધો હતો. કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસ આરોપીને જાહેરમાં ગુલમહોર રોડ પર લઈ ગઈ હતી અને સ્થાનિક લોકોની હાજરીમાં ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક