દેશભરમાં એક હજારથી વધુ પરીક્ષા કેન્દ્ર હશે ઃ કોમ્પ્યુટર આધારિત રહેશે પરીક્ષા
નવી દિલ્હી,
તા. 9 ઃ
દેશની સૌથી
મોટી તબીબી
પ્રવેશ પરીક્ષા
નીટ-યુજી
2027માં કમસે
કમ છ
દિવસ સુધી
ચાલશે; જે
પૂર્ણપણે કોમ્પ્યુટર
આધારિત પરીક્ષા
રહેશે. દેશભરમાં
એક હજારથી
વધુ પરીક્ષા
કેન્દ્રો બનાવાશે.
નીટ પેપર
લીક વિવાદથી
દેશભરમાં રોષ
વચ્ચે નિયમોમાં
આ બદલાવ
કરાયા છે.
એન્જિનીયરિંગની પ્રવેશ
પરીક્ષા જેઈઈની
જેમ નીટની
પરીક્ષા પણ
અલગ-અલગ
દિવસે યોજાશે
તેવું જાણવા
મળે છે.
આવતા વર્ષે
યોજાનારી નીટ-યુજીની
પરીક્ષામાં પેપરલીક
જેવી કોઈપણ
ઘટના ન
બને તેની
તકેદારી રખાશે.
આ વખતે
પેનથી પેપર
લખવાની પદ્ધતિનું
સ્થાન કોમ્પ્યુટર
પરીક્ષા પદ્ધતિ
લેશે. વર્ષોથી
આ બદલાવની
ચર્ચા સરકારમાં
ચાલી રહી
હતી.
પેપર લીક
વિવાદથી દેશભરના
વિદ્યાર્થી, વાલી
સમુદાયમાં નારાજગી
ફેલાયા બાદ
પરીક્ષા પ્રક્રિયામાં
સુધારા કરાયા
છે.
નીટ-યુજીની
પરીક્ષાના પરિણામના
આધારે ડેન્ટલ,
આયુર્વેદ, યુનાની
અને સિદ્ધ
ચિકિત્સા જેવા
સ્નાતક અભ્યાસક્રમોમાં
પણ પ્રવેશ
અપાય છે.