• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

પાકિસ્તાની એરબેઝ ઉપર તૂર્કીના સૈન્ય વિમાનોની ગતિવિધિ

હરક્યૂલિસ વિમાનોની તુર્કીથી કરાચી અને રાવલપિંડીના એરબેઝ વચ્ચે અવરજવર ડ્રોન અને અન્ય સૈન્ય ઉપકરણોની આપૂર્તિ થયાની આશંકા

નવી દિલ્હી, તા. 23 પાકિસ્તાનના બે પ્રમુખ એરબેઝ ઉપર તુર્કીના સૈન્ય વિમાનોની સતત અવરજવરના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ અનુસાર 19થી 21 ઓગસ્ટ વચ્ચે તુર્કીના અમુક સી-130 હરક્યૂલિસ વિમાન પાકિસ્તાન પહોંચ્યા હતા. વિમાનોએ રાવલપિંડીના નૂરખાન એરબેઝ અને કરાચીના મસૂર એરબેઝ ઉપર લેન્ડિંગ અને ટેકઓફ કર્યું હતું. આશંકા છે કે વિમાનો મારફતે પાકિસ્તાનને મોટી સંખ્યામાં ડ્રોન અને તેના સંબંધિત ઉપકરણો મોકલવામાં આવ્યા હતા. જો કે રિપોર્ટની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નહોતી.

ભારતીય ગુપ્તચર સૂત્રોના હવાલાથી ગતિવિધિને સામાન્ય કરતા અલગ બતાવવામાં આવી છે. ત્રણ દિવસ દરમિયાન તુર્કીનાં સૈન્ય પરિવહન વાહનોએ ઘણી ઉડાનો ભરી હતી. એવો દાવો પણ થઈ રહ્યો છે કે પાકિસ્તાનને એચક્યૂ શ્રેણીની એર ડિફેન્સ પ્રણાલી પણ મળી શકે છે. તુર્કી પહેલાથી પાકિસ્તાનને સૈન્ય અને ડ્રોન ઉપકરણો પહોંચાડી રહ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક