કોલંબો તા.23ઃ ભારતીય કપ્તાન શુભમન ગિલે 3000 ટેસ્ટ રન પૂરા કરવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. ગિલ આજે બીજા ટેસ્ટમાં શ્રીલંકા વિરૂધ્ધ ક્રિઝ પર ઉતર્યોં ત્યારે તેને 3000 રનના આંકડે પહોંચવા માટે ફકત 7 રનની જરૂર હતી. તે 3000 રન પૂરા કરનારો 28મો ખેલાડી બન્યો છે. ગિલે 43 ટેસ્ટની 77મી ઈનિંગમાં 3000 રન પૂરા કર્યાં છે. આ દરમિયાન તેણે 11 સદી અને 8 9 અર્ધસદી કરી છે. તે આજે પ0 રન બનાવી આઉટ થયો હતો.
ભારત તરફથી ઓછી વયે 3000 રન પૂરા કરનારો શુભમન ગિલ ચોથા નંબરનો બેટધર બન્યો છે. આ સૂચિમાં તેનાથી આગળ સચિન તેંડુલકર (23 વર્ષ
228 દિવસ), વિરેન્દ્ર સેહવાગ (26 વર્ષ
1પ7 દિવસ), દિલીપ વેંગસરકર (26 વર્ષ
263 દિવસ છે.) શુભમન ગિલે આ ઉપલબ્ધિ 26 વર્ષ
અને 349 દિવસે
હાંસલ કરી છે. તે કપિલ દેવ (26 વર્ષ
3પ6 દિવસ)થી આગળ થયો છે.