• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ઓપરેશન સિંદૂરમાં ધ્વસ્ત જૈશનો મુખ્ય આતંકી અડ્ડો ફરીથી બંધાયો

બહાવલપુરમાં ધ્વસ્ત ઈમારતનાં પુનઃનિર્માણની સેટેલાઈટ ઈમેજથી ખુલાસો

નવીદિલ્હી,તા.23 ભારત દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં જૈશ--મોહમ્મદનાં બહાવલપુર સ્થિત વડામથક મરકઝ સુભાન અલ્લાહને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું હતું. જો કે નવી બહાર આવેલી તસવીરોમાં ખુલાસો થયો છે કે, છેલ્લા 1 માસમાં આતંકી  ઈમારતને પાછી ઉભી કરી લેવામાં આવી છે.

ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી ઠેકાણાને નેસ્તનાબૂદ કરી નાખવામાં આવ્યું હતું. જો કે હાઈરિઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજ અને ગુપ્તચર અહેવાલોમાં જાણકારી સામે આવી રહી છે કે, પાકિસ્તાનમાં ઈમારતનું ફરીથી બાંધકામ કરી લેવામાં આવ્યું છે.

પાકિસ્તાનનાં એન- રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પંજાબ પ્રાંતમાં આશરે 100 કિ.મી. અંદર બહાવલપુરમાં ઈમારત બનેલી છે. જેને મરકઝ સુભાન અલ્લાહ કહેવામાં આવે છે. પરિસરની નવી તસવીરો સામે આવી છે. તેમાં ઝડપથી નિર્માણ થયેલું પણ જોવા મળી રહ્યું છે. ધ્વસ્ત થયેલી મસ્જિદનાં ગુંબજો ઉપર નવું પ્લાસ્ટર કરવામાં આવેલું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક