ભારતીય વાયુસેનાએ વિશેષ ટેકનિકથી પાકિસ્તાનને મૂર્ખ બનાવ્યું
નવી
દિલ્હી, તા. 22 : ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ્સને
તોડી પાડવાનો દાવો કરીને જીતની ઉજવણી કરી હતી. જો કે, પાછળથી સામે આવેલા તથ્યો અને
આંતરરાષ્ટ્રીય તપાસમાં પાકિસ્તાનનો આ દાવો સંપૂર્ણપણે પોકળ સાબિત થયો છે.
વાસ્તવમાં
પાકિસ્તાની એર ડિફેન્સ અને ફાઇટર જેટ્સ જેને આકાશમાં ‘રાફેલ’ માનીને નિશાન બનાવી રહ્યા
હતા, તે મૂળ ફાઇટર પ્લેન નહીં પરંતુ રડારને ગુમરાહ કરતી ‘િડકોય’ (નકલી ટાર્ગેટ) સિસ્ટમ
હતી.
ભારતીય
વાયુસેનાના રાફેલ યુદ્ધ વિમાનોમાં એકસગાર્ડ નામની ખાસ ઈઝરાયલી સિસ્ટમનો ઉપયોગ કરવામાં
આવે છે, જે રાફેલના ઈલેક્ટ્રોનિક રક્ષણ વ્યવસ્થાનો મુખ્ય ભાગ છે. આ એક અત્યંત હળવી
(આશરે 30 કિલોગ્રામ) ટેકનોલોજી છે, જેને વિમાનની પાછળ 100 મીટર લાંબા વાયર (ફાઇબર-ઓપ્ટિક
કેબલ) દ્વારા જોડવામાં આવે છે. આકાશમાં ઉડાન
દરમિયાન તે 500 વોટની ચારેય તરફ ફેલાતી જામિંગ ફ્રિક્વન્સી છોડે છે, જેનાથી દુશ્મનના
રડાર પર તે અસલી રાફેલ વિમાન જેવી જ છાપ ઊભી કરે છે. પરિણામે, દુશ્મનની રડાર-ગાઇડેડ
મિસાઇલો અસલી રાફેલને છોડીને આ સિસ્ટમ તરફ ફંટાઈ જાય છે અને મૂળ ફાઇટર પ્લેન સંપૂર્ણ
સુરક્ષિત રહે છે. પાકિસ્તાનના જે-10સી ફાઇટર્સમાં
લાગેલા કેએલજે-7એ એઇએસએ રડાર આ સિસ્ટમને ઓળખવામાં નિષ્ફળ રહ્યા હતા. રડારે આ નકલી ટાર્ગેટને
જ અસલી ભારતીય રાફેલ સમજીને લોક કરી દીધું હતું.