• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

દેશના 8.7 કરોડ યુવાનો નોકરી કે અભ્યાસ; પણ નથી કરતા

નીતિઆયોગનો ચિંતાજનક ખુલાસો : તાલિમ કાર્યક્રમો ચલાવવા સૂચન

નવી દિલ્હી, તા. 22 : ભારત દેશમાં 15થી 19 વર્ષની વયના લગભગ 8.7 કરોડ યુવાન એવા છે, જે કંઈ ભણતા નથી, કોઈ નોકરી પણ નથી કરતા કે કોઈ પ્રકારની તાલિમ પણ લઈ રહ્યા નથી, તેવો ચિંતાજનક ખુલાસો નીતિ આયોગના એક નવા અહેવાલમાં કરાયો છે. આ અહેવાલમાં નીતિ આયોગે યુવાનોને સ્વરોજગાર સાથે જોડવા અને સ્થાનિક માંગ મુજબ તાલિમ કાર્યક્રમો ચલાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે.

અહેવાલ નોંધે છે કે, નબળી આર્થિક સ્થિતિ ધરાવતા યુવાનોને અને મહિલાઓને સબસીડીવાળી તાલિમની સાથે આર્થિક સહાયની પણ જરૂર છે.

નીતિ આયોગે યુવાનોને શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ઔપચારિક, અનૌપચારિક કાર્ય જેવી શ્રેણીઓમાં મુકતાં દરેક શ્રેણીના યુવાન માટે શીખવાની સાથે કમાણીની તકો ઊભી કરવાની જરૂરિયાત હોવાનું સુચવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક