• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

નેપાળમાં પૂર પ્રકોપનું કારણ શું ? ભૂકંપ કે હિમસ્ખલન ?

કાઠમંડું, તા. 26 : નેપાળમાં વિનાશક પૂર પ્રકોપ પાછળના કારણોની જામેલી ચર્ચા વચ્ચે પ્રથમ નજરે ભીષણ હિમસ્ખલન, ભૂસ્ખલનના પગલે આફત ત્રાટકી હોવાનું કહેવાય છે, તો નેપાળના વિદેશમંત્રી શિશિર ખનલે ભૂકંપનું કારણ હોવાની વાત કરી હતી. તિબેટી ક્ષેત્રમાં આજે સવારે 8 અને 37 મિનિટે 4.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

કાઠમંડુ યુનિવર્સિટીના પ્રોફેસર રીજાન ભકત કાયસ્થના પ્રાથમિક મૂલ્યાંકન મુજબ એક મોટા હિમસ્ખલને  લ્હેન્દે નદીનો માર્ગ રોક્યો હતો. ભારે માત્રામાં એકઠું થઇ ગયેલું પાણી પ્રાકૃતિક બંધરિયા નીચે તરફ વહેવા લાગ્યું અને ભોટેકશી નદીમાં પૂરપ્રકોપ સર્જાય છે.

આ તબાહી પાછળ કોઈ સામાન્ય વરસાદ નહીં પરંતુ પહાડી ક્ષેત્રમાં સર્જાયેલી એક પર્યાવરણીય પ્રક્રિયા જવાબદાર છે. ચીનના તિબેટ ક્ષેત્રમાં અતિભારે વરસાદ અને હિમશીલા તૂટતાં પહાડો ધસી પડ્યા હતા. ભીષણ ભૂસ્ખલનથી ત્યાં વહેતી નદીનો પ્રવાહ રોકાઈ ગયો અને માટી-પથ્થરોનો એક કામચલાઉ કુદરતી ડેમ(તળાવ) બની ગયો. તળાવમાં પાણીનું દબાણ ક્ષમતા કરતાં વધી જતાં આ માટી-પથ્થરોનો કુદરતી અવરોધ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો.

ડેમ તૂટતાં જ લાખો લીટર પાણી અત્યંત તીવ્ર ગતિએ કાદવ, કાંકરા અને કાટમાળ સાથે નેપાળ તરફ ધસી આવ્યું, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘ફ્લેશ ફ્લડ’ કે ‘મડ ફ્લડ’ કહેવાય છે. આ ભયાનક પ્રવાહ સીધો નેપાળની ‘ભોટેકોશી નદી’માં આવતાં નદીનું સ્તર અચાનક વધી ગયું. પરિણામે કાંઠે આવેલા રસુવા જિલ્લાના સ્યાપ્રુ બેસી અને તિમુરે જેવા ગામો પૂરના પાણીમાં તણાઈ ગયા.

નેપાળમાં પૂરપ્રકોપ લાવનાર

નદીએ ભારતરમાંયે તબાહી કરી છે

ચીનથી આવતી ભટકોશી બિહારમાં કોસી નદી તરીકે ઓળખાય છે

નવી દિલ્હી, તા. 26 : નેપાળમાં જે નદીથી જળપ્રલય આવ્યો તે ચીનથી આવી ભટકોશી નદીનો ભારતમાં પણ?તબાહીનો ઇતિહાસ રહ્યો છે. આ નદી તિબેટથી નીકળીને નેપાળમાં વહેતી એક પ્રમુખ સીમાપાર નદી છે. એ જ આગળ વધીને ભારતના બિહારમાં વહે છે, જ્યાં આ નદી કોસી નદી તરીકે ઓળખાય છે. આ નદી તિબેટના હિમાલય ક્ષેત્રથી શરૂ થાય છે અને નેપાળના સિંધુપાલ ચોક તેમજ રસુવા જેવા જિલ્લાઓથી આગળ વહે છે. ‘િબહારનો શોક’ કહેવાતી આ નદી સાત સહાયક નદીઓના સંગમમાં મળીને ‘સપ્તકોશી’ બની જાય છે. કોસી નદી બિહારના સુપોલ, સહરસા, મઘેપુરા જેવા વિસ્તારોમાં ભયાનક પૂરપ્રકોપનું કારણ બની છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક