• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

અમેરિકી ઓપનમાં જોકોવિચ - સબાલેંકા અને સેરેના - અલ્કરાજની જોડી હારી

ન્યૂયોર્ક, તા.26 : ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ અમેરિકી ઓપનના મિક્સ્ડ ડબલ્સના મુકાબલા શરૂ થયા છે. જેમાં આયોજકો દ્વારા સ્ટાર ખેલાડીઓની જોડી બનાવીને તેમને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવે છે. મહિલા નંબર વન બેલારૂસની સબાલેંકા અને 24 વખતનો ગ્રાંડસ્લેમ ટાઇટલ વિનર સર્બિયાનો નોવાક જોકોવિચ જોડી બનાવી કોર્ટમાં ઉતર્યા હતા. જો કે આ જોડી પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઈ હતી. તેની સામે ટોપ સીડ જોડી કેટરિના સિનિયાકોવા-હેનરી પેટનનો 1-4, 4-2 અને 10-2થી વિજય થયો હતો.

અન્ય એક સ્ટાર જોડી સેરેના વિલિયમ્સ અને કાર્લોસ અલ્કરાજ મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં હારીને બહાર થયા છે. બીજા રાઉન્ડના મેચમાં આ જોડી સામે બેલિંડા બેનસિચ અને ફલેવિય કોબોલી વિરુદ્ધ 4-પ અને 1-4થી હારીને બહાર થઈ છે જ્યારે એલિના સ્વિતોલિના અને ગેલ મેનફિલ્સ મિક્સ્ડ ડબલ્સના સેમિ ફાઇનલમાં પહોંચી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક