• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ભારત વિરુદ્ધની અફઘાનિસ્તાન ટીમ જાહેર

નવી દિલ્હી, તા.2પ : ભારત સામેની આગામી ત્રણ મેચની ટી-20 શ્રેણીની અફઘાનિસ્તાનની ટીમ જાહેર થઈ છે. જેનું સુકાનીપદ ઇબ્રાહિમ ઝારદાન સંભાળશે. ટીમમાં નવોદિત વિકેટકીપર નૂર રહેમાનનો સમાવેશ કરાયો છે. ઝડપી બોલર નવીન ઉલ હકે લાંબા સમય પછી ટીમમાં વાપસી કરી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની ટી-20 શ્રેણીના તમામ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ પર 13, 1પ અને 17 સપ્ટેમ્બરે રમાશે.

અફઘાનિસ્તાન ટી-20 ટીમ : ઇબ્રાહિમ ઝારદાન (કેપ્ટન), રહમાનુલ્લાહ ગુરબાજ (વિકેટકીપર), નૂર રહેમાન (વિકેટકીપર), સેદિકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, અઝમતુલ્લા ઓમરઝાઇ, ગુલબદીન નઇબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, નાંગ્યાલ ખરોટી, નૂર અહમદ, મુજીબ ઉર રહેમાન, ફઝલ હક ફારૂકી, અબ્દુલ્લા અહમજઝાઈ અને નવીન ઉલ હક.

ઇ-પેપરના નવા શુલ્ક