મોરબી, તા.25: મોરબીની રવાપર ચોકડી લીલાપર રોડ પર આવેલ આંગડીયા પેઢીમાં જુના ગ્રાહકે અનેક વખત અગાઉ આંગડીયા કરાવ્યા હોય જેથી આંગડીયા પેઢીએ વિશ્વાસ રાખી રાજકોટની પેઢીમાં રૂ.60.63 લાખનું આંગડીયું કરાવ્યું હતું બાદમાં સામેથી રૂપિયા લઇ લીધા બાદ ફોન સ્વીચ ઓફ કરી બંને ઇસમોએ પેઢી સાથે ચીટીંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મૂળ કેશિય હાલ મોરબીના રવાપર
રોડ પર રહેતા વિપુલભાઇ મોતીભાઇ ગોધાણીએ આરોપીઓ જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ (રહે.
મોરબી, શકત શનાળા) અને નિમેષ આચાર્ય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની રવાપર
ચોકડી લીલાપર રોડ પર કોહીનુર કોમ્પલેક્ષમાં પહેલા માળે શ્રીજી આંગડીયા પેઢી આવેલી છે
અને આરોપીઓએ અવારનવાર આંગડીયામાંથી અન્ય જગ્યાએ આંગડીયા કરાવી વિશ્વાસ કેળવ્યો હતો
ગત તા.14 ઓગસ્ટના રોજ બપોરે આરોપીઓએ કાવતરૂં રચીને ફરિયાદીને રાજકોટ ખાતે શ્રીજી આંગડીયા પેઢીમાં રૂ.60,63,400નું આંગડીયું કરાવ્યું હતું
અને આરોપી નિમેષ આચાર્યએ આંગડીયામાંથી પૈસા ઉપાડી લઇને ફોન સ્વીચ ઓફ કરી રૂ.60,53 લાખની
છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ
ધરી છે.