• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

કર્ણાટકમાં ‘વંદે માતરમ્’ના માત્ર બે જ પદ ગવાશે : શિવકુમાર

ભાજપ તુષ્ટિકરણનું રાજકારણ કરે છે : નાયબ મુખ્યમંત્રી

બેંગ્લોર, તા. 26 : કર્ણાટકમાં ‘વંદે માતરમ્’ના માત્ર બે જ પદ ગાવામાં આવશે. ‘હું પક્ષની વિચારધારામાં માનું છું અને અમે આ નિર્ણય પર મક્કમ રહીશું. ભાજપ તુષ્ટિકરણનું રાજકારણ કરે છે તેમ બુધવારે નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે જણાવ્યું હતું.

એક મીડિયા હેવાલ મુજબ, બેંગલોરમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા શિવકુમારે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા દિવસના એક કાર્યક્રમમાં તેમની જાણ બહાર ‘વંદે માતરમ્’નું સંપૂર્ણ સંસ્કરણ ગાવામાં આવ્યું હોવા છતાં હવે પછીના કોઈપણ સરકારી કાર્યક્રમમાં રાષ્ટ્રગીતનાં માત્ર પ્રથમ બે પદ જ ગાવામાં આવશે.  ભાજપ માત્ર તુષ્ટિકરણનું રાજકારણ કરે છે તેમ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

વાસ્તવમાં, કોંગ્રેસ વર્કિંગ કમિટીએ 19 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે, પાર્ટી તેના તમામ કાર્યક્રમોમાં ‘વંદે માતરમ્’ના છ પદમાંથી માત્ર પ્રથમ બે પદ જ ગાશે.

ઇ-પેપરના નવા શુલ્ક