નવી
દિલ્હી, તા. 26 : દિલ્હી હાઇકોર્ટે વડાપ્રધાન આવાસ નજીક વસેલી ઝૂંપડપટ્ટીઓમાં રહેતા
લગભગ 700 પરિવારને ત્યાંથી હટવાનો નિર્દેશ આપ્યો હતો.
અદાલતે
આદેશ આપ્યો હતો કે, છ સપ્તાહની અંદર ઝૂંપડીઓમાં રહેતા લોકો ત્યાંથી હટી જાય, જગ્યા
ખાલી કરી નાખે. દિલ્હીના સાવદા ઘેબરામાં આ પરિવારોનું પુનર્વસન કરાશે. વડાપ્રધાન આવાસ
પાસે ત્રણ કેમ્પમાં 700 જેટલા પરિવાર રહે છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી. કે. ઉપાધ્યાય અને
જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો. અદાલતે દિલ્હીના પૂર્વ જિલ્લા ન્યાયમૂર્તિ
મનમોહન શર્માના વડપણ હેઠળ એક સમિતિ રચીને કહ્યું હતું કે, પુનર્વસન વખતે તમામ પરિવારને
તમામ સુવિધા મળે તે સમિતિએ સુનિશ્ચિત કરવાનું રહેશે.