• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

ઇથેનોલની માત્રા લખો; સુપ્રીમે માગ ફગાવી

પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ બતાવવાની માગ; એટોર્ની જનરલે કહ્યું, પ્રોક્સી અરજી

નવી દિલ્હી, તા. 31 સુપ્રીમ કોર્ટે સોમવારે અરજી પર સુનાવણીનો ઇન્કાર કરી દીધો હતો, જેમાં પેટ્રોલ પંપો પર વેંચાતાં પેટ્રોલમાં ઇથેનોલનું ચોક્કસ પ્રમાણ કેટલું છે, તે ફરજિયાત પ્રદર્શિત કરવાની માંગ કરાઇ હતી.

અરજીમાં એવી માંગ પણ કરાઇ હતી કે, પેટ્રોલની પહોંચ, બિલ અને અન્ય દસ્તાવેજો પર ઇથેનોલના ટકા સ્પષ્ટ રૂપે લખવા જોઇએ. ન્યાયમૂર્તિ એમ.એમ. સુંદરેશ અને પ્રસન્નાની ખંડપીઠે આવી અરજીની સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે, સંબંધિત હાઇકોર્ટ પાસે જવાની છૂટ આપી હતી. સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે કહ્યું હતું કે, કોર્ટ મામલામાં હસ્તક્ષેપ કરશે નહીંતમે રાહત માટે હાઇકોર્ટ જવું હોય તો જઇ શકશો. ભારત સરકારના એટોર્ની જનરલે આવી અરજીને આગળ વધારવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અરજદાર સરકારને પોતાના પ્રત્યે જવાબદાર બનાવવા માગે છે.

ઇ-પેપરના નવા શુલ્ક