• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

જોકોવિચનું 25 ગ્રાંડસ્લેમ ખિતાબ સપનું તૂટયું દર્દ સાથે યૂએસ ઓપનના પહેલા રાઉન્ડમાં હાર

- મેચ દરમિયાન તબિયત લથડી અને ઉલટી પણ થઈ આર્જેન્ટિનાના યુવા ખેલાડી મારિયોનો નાવોન સામે 5 સેટની લડત પછી જોકોવિચની હાર

 

ન્યૂયોર્ક, તા.31 યુએસ ઓપનમાં રેકોર્ડ 2પમા ગ્રાંડસ્લેમ ખિતાબની શોધમાં ઉતરેલા 39 વર્ષીય સર્બિયાના નોવકા જોકોવિચની સફર પહેલાં રાઉન્ડમાં દર્દ સાથે સમાપ્ત થઈ હતી. આર્જેન્ટિનાના બિન ક્રમાંકિત ખેલાડી મારિયાનો નાવોને કસોકસના પહેલા રાઉન્ડના મુકાબલામાં ચોથા ક્રમના નોવાક જોકોવિચને 7-6, -7, 6-4, 2-6 અને 6-1થી હાર આપી મોટો ઉલટફેર કર્યો હતો. હાર સાથે જોકોવિચના 2પમા ગ્રાંડસ્લેમ ખિતાબ જીતવાની આશાને મોટો ફટકો પડÎ છે. જોકોવિચ જેવો જુસ્સેદાર ખેલાડી પણ તબિયત લથડવાને લીધે હાર નજીક પહોંચ્યો ત્યારે કોર્ટ પર રડી પડÎ હતો. ત્યારે સ્ટેડિયમમાં ઘણા દર્શકોની આંખ પણ ભીની થઈ ગઈ હતી.

ન્યૂયોર્કમાં મોસમની ખરાબી અને ભીષણ ગરમીને લીધે જોકોવિચની તબિયત મેચ દરમિયાન લથડી હતી. સ્ટેડિયમની છત જયાં સુધી બંધ થઈ ત્યાં સુધી જોકોવિચને વારંવાર માથા પર બરફની થેલી રાખવી પડી હતી. ત્રીજા સેટ દરમિયાન તેને કોર્ટ પર ઉલટી થઈ હતી. આમ છતાં જોકોવિચે હાર માની હતી અને હરીફ ખેલાડી મારિયાનો નાવોનને જોરદાર ટક્કર આપી હતી. તબક્કે જોકોવિચે લડાયક જુસ્સા સાથે ચોથો સેટ 6-2થી પોતાનાં નામે કર્યો હતો અને મુકાબલો અંતિમ સેટ સુધી ખેંચી ગયો હતો. નિર્ણાયક સેટમાં જોકોવિચની તબિયત વધુ બગડી હતી અને 1-6થી કેરિયરની સૌથી મોટી હાર સહન કરી યુએસ ઓપનમાંથી બહાર થયો હતો. હારની નજીક પહોંચ્યા બાદ જોકોવિચ ભાંગી પડયો હતો અને કોર્ટ પર રડી પડયો હતો.

જોકોવિચ અગાઉ 200પના ઓસ્ટ્રેલિયન ઓપનના પહેલા રાઉન્ડમાં હારીને બહાર થયો હતો. પછીથી તેની સૌથી મોટી ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટની હાર બની હતી.

યુએસ ઓપનનાં અન્ય પરિણામઃ રશિયાનો 2021નો ચેમ્પિયન ખેલાડી દાનિલ મેદવેદેવ બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. મહિલા વિભાગમાં ત્રીજા ક્રમની જેસિકા પોગુલા અને 11મા ક્રમની માર્તા કોસ્ત્યુક બીજા રાઉન્ડમાં પ્રવેશી છે જ્યારે મહિલા પૂર્વ ચેમ્પિયન બારબોરા ક્રેજસિકોવા પહેલા રાઉન્ડમાં હારીને બહાર થઈ હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક