• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

મેસ્સીએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી સંન્યાસ લીધો

હવે આર્જેન્ટિના તરફથી રમતો જોવા મળશે નહીં

નવી દિલ્હી, તા.31 વિશ્વના સૌથી મહાન ફૂટબોલ ખેલાડી પૈકિના એક આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનલ મેસ્સીએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી સંન્યાસ જાહેર કર્યોં છે. મેસ્સીની કપ્તાનીમાં જુલાઇમાં ફીફા વર્લ્ડ કપના ફાઇનલમાં આર્જેન્ટિનાની સ્પેનના હાથે 0-1 ગોલથી હાર થઇ હતી. હાર સાથે 39 વર્ષીય મેસ્સીની ઇન્ટરનેશનલ કેરિયર સમાપ્ત થઇ છે. મેસ્સીની આંતરાષ્ટ્રીય નિવૃત્તિથી ફૂટબોલ વિશ્વના એક યુગનો અંત આવ્યો છે. મેસ્સીએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ મુકીને નિવૃત્ત થવાની ઘોષણા કરી હતી. મેસ્સી કલબ લેવલે ફૂટબોલ રમવાનું ચાલુ રાખશે.

મેસ્સીની કપ્તાનીમાં આર્જેન્ટિના વર્ષ 2022ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું, પણ તે પોતાના દેશને સતત બીજો ખિતાબ અપાવી શક્યો હતો. મેસ્સીએ તેની બે દશકથી વધુની ઇન્ટરનેશનલ કેરિયર દરમિયાન આર્જેન્ટિના તરફથી 207 મેચમાં 12 ગોલ કર્યા હતા. ઇન્ટરનેશનલ ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે મેસ્સી બીજા નંબર પર છે. મેસ્સીની કપ્તાનીમાં આર્જેન્ટિનાએ એક વિશ્વ ખિતાબ અને બે વખત કોપા અમેરિકા કપનો ખિતાબ જીત્યા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક