ચાર અલગ અલગ જિલ્લામાં ચલાવ્યું ઓપરેશન
ઈસ્લામાબાદ,
તા. 26 : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા દળોએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી
કરતા 12 આતંકીને ઠાર કર્યાનો દાવો કર્યો હતો. પાકિસ્તાની સેનાના મીડિયા વિંગ અનુસાર
20 નવેમ્બરથી અત્યારસુધીમાં ચાર અલગ અલગ જિલ્લામાં ગુપ્તચર માહિતીના આધારે અભિયાન ચલાવવામાં
આવ્યા હતા. આ કાર્યવાહીમાં ઘણી આતંકી છાવણીઓને નિશાને લેવામાં આવી હતી.
આઇએસપીઆર
અનુસાર સૌથી પહેલા નુશ્કી જિલ્લામાં આતંકી છાવણી ઉપર કાર્યવાહી કરીને આઠ આતંકી ઠાર
કરવામાં આવ્યા હતા. સ્થળ ઉપરથી મોટા પાયે હથિયારો પણ મળી આવ્યા હતા. બાદમાં 21 નવેમ્બરના
રોજ સેવી જિલ્લામાં સુરક્ષા દળોએ કાર્યવાહી કરીને બે આતંકી ઠાર કર્યા હતા. 22 અને
23 નવેમ્બરના રોજ પંજગુર અને કેચ જિલ્લામાં બે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન કુલ 12 આતંકી ઠાર થયાનો દાવો કરવામાં આવ્યો હતો.