કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમા ગુજરાતના સ્વાસ્થ્ય માળખાની સ્થિતિ ઉજાગર
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 26ઃ ગુજરાતની સરકારી આરોગ્ય વ્યવસ્થામાં પૂરતા ડોક્ટરો છે કે નહીં તે અંગેના સવાલો
વચ્ચે કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘હેલ્થ ડાયનામિક્સ ઓફ ઈન્ડિયા’ રિપોર્ટ 2024-25એ રાજ્યના સ્વાસ્થ્ય માળખાની વરવી વાસ્તવિકતા ઉજાગર
કરી છે.
રિપોર્ટ
અનુસાર, રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર (પીએચસી) ખાતે 380 ડોક્ટરોની
જગ્યાઓ ખાલી પડી છે. જ્યારે 353 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (સીએચસી) પૈકી માત્ર 2 જ કેન્દ્રો
પર નિયમ મુજબ 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ છે. સીએચસી માં કુલ 485 સ્પેશિયાલિસ્ટ
ડોક્ટરોની જરૂરિયાત સામે 317 જગ્યાઓ ખાલી છે, જે દર્શાવે છે કે રાજ્યમાં સ્પેશિયાલિસ્ટ
ડોક્ટરોની 65.3 ટકા જેટલી માતબર અછત પ્રવર્તે છે. આ ઉપરાંત, 353 સીએચસીમાં સર્જન ડોક્ટરોની
સંખ્યા માત્ર 22 છે, જ્યારે ગાયનેકોલોજિસ્ટ 58 અને બાળ રોગ નિષ્ણાતો માત્ર 57 જ છે.
જનરલ ફિઝિશિયનની 353 જગ્યાઓમાંથી 322 ખાલી છે અને એલોપેથી મેડિકલ ઓફિસરની 291 જગ્યાઓ
પણ ખાલી પડી છે, જ્યારે આયુષ સેવા માટે એકપણ ભરતી કરવામાં આવી નથી.
રાજીવ
ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા
ડૉ. પાર્થિવરાજાસિંહ કઠવાડીયાએ આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે આ રિપોર્ટ રાજ્યની
જાહેર આરોગ્ય સેવાઓ ઉપર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન
મૂકે
છે.
માત્ર
ડોક્ટરો જ નહીં, પરંતુ પેરામેડિકલ સ્ટાફની પણ વ્યાપક ઘટ જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારના
સીએચસીમાં 155 રેડિયોગ્રાફર, પીએચસી અને સીએચસીમાં 147 ફાર્માસિસ્ટ તેમજ 401 લેબ ટેકનિશિયનોની
ઘટ છે. આ ઉપરાંત, 6514 જેટલા જરૂરી નર્સિંગ સ્ટાફ સામે 2203 જગ્યાઓ ખાલી છે અને ગ્રામ્ય
સબ સેન્ટરોમાં 426 હેલ્થ વર્કરોની ઘટ છે. શહેરી વિસ્તારોની સ્થિતિ પણ ચિંતાજનક છે.
આશરે 3.64 કરોડની વસ્તી ધરાવતા શહેરી વિસ્તારોમાં 728 પીએચસી સામે માત્ર 428 જ પીએચસી
કાર્યરત છે, એટલે કે શહેરોમાં 41 ટકા પીએચસીની ઘટ છે. કોંગ્રેસ પક્ષે શહેરી નાગરિકોના
હિતમાં તાત્કાલિક 300 નવા પીએચસી ઊભા કરવામાં આવે તેવી માંગ કરી છે.
આ આંકડાઓ
સરકારની આરોગ્ય સેવાઓ પ્રત્યેની ગંભીરતા સામે સવાલો ઊભા કરે છે, ત્યારે સરકારે રાજ્યમાં
ડોક્ટરો અને તબીબી સ્ટાફની ઘટને વહેલી તકે દૂર કરવા માટે કડક અને ત્વરિત પગલાં લેવા
જોઈએ તેવી માંગ ઉઠી છે.