• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

એશિયા કપ રાઇઝીંગ સ્ટાર્સના સેમિમાં ભારત સામે શ્રીલંકા વિજય ભણી

ક્ષ          ભારત તરફથી અભિષેક, તિલક અને શાહબાઝની અર્ધસદી: વૈભવના 40 રન

દોહા તા.26: રાઇઝીંગ સ્ટાર્સ એશિયા કપ વન ડે ટૂર્નામેન્ટના પ્રથમ સેમિ ફાઇનલમાં શ્રીલંકા વિરૂધ્ધ ભારતીય એ ટીમે પ0 ઓવરમાં 8 વિકેટે 317 રન બનાવ્યા હતા. આ પછી 318 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકા એ ટીમે આક્રમક બેટિંગ કરીને 32 ઓવરમાં ફકત 1 વિકેટ ગુમાવી 234 રન કરી લીધા હતા. આથી શ્રીલંકા એ ટીમ પાસે જીત સાથે ફાઇનલમાં પહોંચવાની તક છે. અગાઉ ભારત તરફથી અભિષેક શર્માએ 78, કપ્તાન તિલક વર્માએ પ3, વૈભવ સૂર્યવંશીએ 40 અને શાહબાઝ અહમદે પ4 રન કર્યાં હતા.

શ્રીલંકા તરફથી સિનેત જયવર્ધના 70 દડામાં 10 ચોક્કા અને 6 છક્કાથી 10પ રન કરી આઉટ થયો હતો. જયારે લસિથ કુસપુલ સદી નજીક રમી રહ્યા હતો. ટૂર્નામેન્ટનો બીજો સેમિ ફાઇનલ પાકિસ્તાન-બાંગલાદેશ વચ્ચે રમાશે.

આ પહેલા સેમિ ફાઇનલમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ લેનાર ઇન્ડિયા એ ટીમના પ0 ઓવરમાં 8 વિકેટે 317 રન થયા હતા. સારી શરૂઆત પછી મધ્યક્રમના બેટધરોની નિષ્ફળતાને લીધે શ્રીલંકા એ ટીમ વાપસી કરવામાં સફળ રહી હતી. જો કે સાતમી વિકેટની 73 રનની ભાગીદારીને લીધે ઈન્ડિયા એ ટીમ 317 રનના મજબૂત સ્કોર સુધી પહોંચી હતી.

ભારતીય દાવની શરૂઆત આક્રમક રહી હતી. વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા વચ્ચે પહેલી વિકેટમાં 48 દડામાં 80 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. પાછલા મેચમાં યૂએઇ વિરૂધ્ધ પ2 દડામાં 28 છક્કાથી બેવડી સદી કરનાર વૈભવ સૂર્યવંશી કરનાર આજે 27 દડામાં 4 ચોક્કા-3 છક્કાથી 40 રને આઉટ થયો હતો. આ પછી અભિષેક અને કપ્તાન તિલક વર્મા વચ્ચે બીજી વિકેટમાં 79 રનની ભાગીદારી થઇ હતી. અભિષેક 63 દડામાં 11 ચોક્કા-1 છક્કાથી 78 અને તિલક 66 દડામાં 3 ચોક્કા-1 છક્કાથી પ3 રને આઉટ થયા હતા.

કુમાર કુશાગ્ર (21), રિંકુ સિંહ (12) અને સૂર્યાંશ શેગડે (10) નિષ્ફળ રહ્યા હતા. સ્પિન ઓલરાઉન્ડર શાહબાઝ અહમદે અણનમ પ4 રન 48 દડામાં 4 છકકાથી કર્યાં હતા. જયારે તનૂષ કોટિયાને 28 રનનો સહયોગ આપ્યો હતો. આ બન્ને વચ્ચે સાતમી વિકેટમાં પપ દડામાં 73 રનની મહત્વની ભાગીદારી થઇ હતી. હર્ષિત રાણા ઝીરોમાં આઉટ થયો હતો. આમ છતાં ભારત એ ટીમ પ0 ઓવરમાં 317 રનના મજબૂત સ્કોર પર પહોંચી હતી. શ્રીલંકા એ ટીમ તરફથી રવિન્દૂ ફર્નાંન્ડો, જનિત લિયાનગે અને નિપુણ ધનંજયને 2-2 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક